રવિન્દ્ર જાડેજાના વાવાઝોડા સામે બેંગ્લોર ધ્વસ્ત

  • April 26, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ–૧૪ના ૧૯માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૬૯ રને પરાજય આપી સતત ચોથો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ અણનમ અડધી સદી ફટકાર્યા બાદ ત્રણ વિકેટ પણ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૨ રન બનાવી શકી હતી.

 

 


આઈપીએલ–૨૦૨૧મા શાનદાર શઆત કરનાર આરસીબીનો આ પ્રથમ પરાજય છે. સતત ચાર જીત બાદ ટીમને પ્રથમ હાર મળી છે. આરસીબી પાંચ મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મેચ હાર્યા બાદ સતત ચોથી જીત મેળવી છે. તે ૮ પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે.
ચેન્નઈએ આપેલા ૧૯૨ રનના લયનો પીછો કરવા ઉતરેલી આરસીબીને દેવદત્ત પડિક્કલે આક્રમક શઆત અપાવી હતી. તેણે વિરાટ સાથે પ્રથમ વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી કરી હતી. કોહલી ૮ રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. દેવદત્ત પડિક્કલ ૧૫ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૪ રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. આરસીબીએ પાવરપ્લેમાં બે વિકેટે ૬૫ રન બનાવ્યા હતા.

 

 


શાનદાર અડધી સદી બાદ જાડેજાએ બોલિંગમાં કમાલ કર્યેા હતો. તેણે ગ્લેન મેકસવેલ (૨૨), વોશિંગટન સુંદર (૭) અને એબી ડિવિલિયર્સ (૪)ને આઉટ કરી બેંગલોરની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતું. જાડેજાએ ૪ ઓવરમાં એક મેડન સાથે માત્ર ૧૩ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે જાડેજાએ ડેનિયલ ક્રિસ્ટિયન (૧)ને સીધા થ્રો દ્રારા રનઆઉટ પણ કર્યેા હતો.

 

 


ઇમરાન તાહિરે હર્ષલ પટેલ (૦)ને બોલ્ડ કરી ચેન્નઈને સાતમી સફળતા અપાવી હતી. ત્યારબાદ નવદીપ સૈનીને બોલ્ડ કરી બેંગલોરને આઠમો ઝટકો આપ્યો હતો. કાઇલ જેમીસન ૧૬ રન બનાવી રનઆઉટ થયો હતો.

 

 


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને તુરાજ ગાયકવાડે દમદાર શઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ૫૧ રન જોડા હતા. ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો ૭૪ રનના સ્કોર પર લાગ્યો હતો. તુરાજ ગાયકવાડ ૨૫ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૩ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો.
ફાફ ડુ પ્લેસિસે આજે ફરી શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. આ સીઝનમાં ફાફની બીજી અને આઈપીએલ કરિયરમાં ૧૮મી અડધી સદી છે. તેણે ૪૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૦ રન બનાવ્યા હતા. ફાફ હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. સુરેશ રૈના ૧૮ બોલમાં ૨૪ રન બનાવી પટેલનો શિકાર બન્યો હતો.

 

 


અંતિમ ઓવરમાં જાડેજાએ પાંચ છગ્ગા એક ચોકા સાથે ૩૭ રન ફટકાર્યા
૧૯મી ઓવર સુધી ટીમનો સ્કોર ૪ વિકિટે ૧૫૪ રન હતો. ૨૦ ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર ૧૯૧ રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ ૫ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ ૩૭ રન ફટકાર્યા હતા. જાડેજાએ ૨૮ બોલમાં ૫ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથે અણનમ ૬૨ રન બનાવ્યા હતા.

 

 

 

આઈપીએલમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર
હર્ષલે ચેન્નઈ વિદ્ધ ૨૫ એપ્રિલે ૩૭ રન આપ્યા જે ઈતિહાસમાં નોંધાઈ ગયા છે. આ પહેલા કોચ્ચિ કસ્ટર્ષની ટીમના પરમેશ્વરને ૨૦૨૧માં આરસીબી સામે એક ઓવરમાં આટલા રન આપ્યા હતા. ત્યારે ગેલ સ્ટ્રાઇક પર હતો. તો ૨૦૧૪માં પંજાબના બોલર પરવિંદર અવાનાની ઓવરમાં રૈનાએ ૩૨ રન ફટકાર્યા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS