1 જુલાઈથી બેંકિંગના નિયમો નિયમોમાં થઈ રહ્યા છે આ ફેરફાર, જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

1 જુલાઇથી બેન્કિંગથી જોડાયેલા ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જેમાં એટીએમ દ્વારા કેશ કાઢવા અને એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ કરવાની લઈને નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પંજાબ નેશનલ બેંકમાં પણ સેવિંગ એકાઉન્ટ ધરાવતા હોય તેમના વ્યાજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ચાલો બેંક સાથે જોડાયેલા કેટલાક થઈ રહેલા ફેરફારો વિશે જાણીએ.

 

સેવિંગ એકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે


 પંજાબ નેશનલ બેંક માં સેવિંગ એકાઉન્ટમાં મળતા વ્યાજ દરમાં 0.50 ટકાનો કાપ આવ્યો છે આ કાપે જુલાઈથી અમલી બનશે ત્યારબાદ બેંકના બચત ખાતામાં વધીને 3.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. પીએનબીના બચત ખાતામાં 50 લાખ રૂપિયા સુધી 3 ટકા વાર્ષિક અને 50લાખથી વધારે બેલેન્સ પરના 3.25 ટકા વ્યાજ મળશે.

 

એટીએમમાંથી કેશ કાઢવાના નિયમો બદલાઈ જશે 

 

લોકડાઉન અને કોરોનાના કારણે લોકોએ એટીએમમાંથી કેસ કાઢવા માટે નિરમોમા રાહત આપવામાં આવી હતી, પરંતુ એક જુલાઈથી તે રાહત લાગુ પડશે નહી. સરકારે એટીએમમાંથી કેશ વિડ્રો કરવા માટે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન ચાર્જ હટાવી લીધા હતા. પરંતુ આ છુટ માત્ર ત્રણ મહિના માટે જ હતી. જે હવે 30 જુન 2020 ના રોજ પૂર્ણ થઇ જશે.

 

વાર્ષિક સરેરાશ બેલેન્સ મેન્ટેઈન કરવું પડશે


 નાણા મંત્રી નિર્મલા સીતારામન એલાન કર્યું હતું કે કોઈપણ બેંક માં સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની સરેરાશ અનિવાર્ય રહેશે નહીં.આ આદેશ એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે હતો. એવામાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવા પર પણ લોકોને કોઈ પ્રકારનો દંડ ભરવાનો થતો હતો નહીં. પરંતુ એક જુલાઈથી હવે તમને પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી બની જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application