આવતીકાલથી 30 એપ્રિલ સુધી બેંકો સવારે 10 થી 2 વાગ્યા સુધી કામ કાજ કરશે

  • April 21, 2021 07:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોરોના મહામારીના કારણે સાવચેતીના પગલા રૂપે બેંકની કામગીરીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારથી 30 એપ્રિલ સુધી બેંકો સવારે 10 થી 2 વાગ્યા સુધી કામકાજ કરશે.

 

 

આજે રાજ્યના નાણા વિભાગ, રિઝર્વ બેંકના અધિકારીઓએ કેટલાક મહત્વના નિર્ણય કર્યા હતા  જેમાં બેન્કના સમય ઉપરાંત બેંકો ગ્રાહકોને જરૂરી સેવા જેમ કે રોકડ ઉપાડ, ડિપોઝીટ અને આરટીજીએસ સેવા પુરી પાડશે અને તેમાં સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપશે. બેંકનો સ્ટાફ 50 ટકા જ હાજર રહેશે. અને બાકીના વર્ક ફ્રોમ હોમ કરશે. એટીએમમાં પૂરતી રોકડ રહે અને ડિજિટલ વ્યવહાર સરળતાથી થાય તે તમામ બેંકોએ જોવાનું રહેશે. આ કપરા સમયમાં સાવચેતી રાખીને કામ કરવાનું  સુચન કરવામાં આવ્યું હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS