ન સેલ્ફી લેવી ન હાથ મીલાવો, BCCIએ વનડે સિરીઝ માટે ખેલાડીઓને આપ્યા 7 સૂચન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે. આ વાયરસના ભય વચ્ચે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાવાની છે. તેવામાં બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.   

 

બીસીસીઆઈના નિર્દેશ અનુસાર બોર્ડની મેડિકલ ટીમ કોરોના વાયરસ  માટે સંપૂર્ણ દેખરેખ રાખી રહી છે. બધા જ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય અધિકારીઓને કોરોના વાયરસ વિશે જાણ કરવામાં આવી છે.

બીસીસીઆઈની સુચનાઓ

- હાથને સાબુ અને પાણીથી લગભગ 20 સેકંડ સુધી ધોવા.

- હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

- ઉધરસ અને છીંક દરમિયાન તમારા મોંને ઢાંકી દો.

- જો તાવ, ઉધરસ અથવા અન્ય તકલીફ જણાય તો તુરંત જ તબીબી ટીમનો સંપર્ક કરો.

- હાથ ધોયા વિના મોં, ચહેરો, નાક, આંખોને સ્પર્શ કરવો નહીં.

- એવી રેસ્ટોરન્ટમાં જમવાનું ટાળો જ્યાં સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી.

- ટીમના બહારના લોકો સાથેના સંપર્કને ટાળો. આ સમય દરમિયાન કોઈ સાથે હાથ મિલાવશો નહીં, કોઈ અજાણ્યા વ્યક્તિની નજીક જઈ સેલ્ફી લેવાનું ટાળો.


આ પ્રકારની સુચના ખેલાડીઓની સાથે એરલાઇન્સ, ટીમ જ્યાં રોકાશે ત્યાંની હોટલ, સ્ટેટ ક્રિકેટ એસોસિએશન, મેડિકલ ટીમને પણ  આપવામાં આવી છે. ટીમના આગમન પહેલાં, ડ્રેસિંગ રૂમમાં, હોટલ અને અન્ય સ્થળોએ આ વસ્તુઓની સ્વચ્છતા જાળવવા પણ કહેવાયું છે. આ સિવાય સ્ટેડિયમમાં પોસ્ટરો દ્વારા લોકોને કેટલીક વસ્તુઓ કહેવામાં આવશે. તમામ જાહેર વોશરૂમમાં સેનિટાઈઝર અને સાબુ રાખવામાં આવ્યા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS