ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, ભારત-ઈંગ્લેન્ડની મેચ પહેલા સ્ટેડિયમને લઈને લેવાયો મોટો નિર્ણયો

  • March 12, 2021 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20 સીરીઝની પહેલી મેચ રમાવાની છે ત્યારે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવેથી 50 ટકા ટિકિટનું વેચાણ કરવામાં આવશે. કોરોનાના કેસ અમદાવાદમાં સતત વધી રહ્યા છે ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

ગુજરાત ક્રિકેટ એસોશિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય આખા સ્ટેડિયમને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ કડકાઈથી પાલન થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS