ચેતી જાઓ અત્યારથી... કોરોનાના નવા કેસમાં ફરી પાછો થયો વધારો, એક દિવસમાં આટલા લોકોના મોત

  • June 30, 2021 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના ના નવા કેસના આંકડામાં સતત વધઘટ જોવા મળી રહી છે. નવા કેસમાં આજે વળી પાછો મસમોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 817 લોકોના મોત થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવા 37,566 કેસ નોંધાયા હતા અને 907 લોકોના મોત થયા હતા.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નવા 45,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે. હાલ કુલ 5,37,064 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 817 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,98,454 થયો છે.

 

એક દિવસમાં 60,729 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 દર્દીઓ રિકવર થવામાં સફળ રહ્યા છે. દેશમાં રિકવરી રેટ વધીને 96.92% થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 33,28,54,527 ડોઝ અપાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021