ટ્રાફિકના નિયમો તોડનારાઓ ચેતી જજો, હવે કોઈપણ રીતે નહીં બચી શકાય મેમોથી કારણ કે..

  • August 20, 2021 09:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, રાજ્યની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને ટ્રાફિક રુલ્સના ઉલ્લંઘન સંબંધિત ગુનો થવાના 15 દિવસની અંદર નિયમ તોડનારાને નોટિસ મોકલવાની રહેશે. સાથે જ મેમાના રૂપિયા ભરાઈ ન જાય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સાચવી રાખવો પડશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ઈલેક્ટ્રોનિક મોનિટરિંગ અને માર્ગ સુરક્ષાના અમલીકરણ માટે સંશોધિત મોટર વાહન એક્ટ 1989 અંતર્ગત એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં મેમો આપવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા કહેવાયું છે.

 

મંત્રાલયે ટ્વિટ કર્યું કે, 'ગુનાની જાણ ગુનાની ઘટનાના 15 દિવસની અંદર મોકલી દેવાશે અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગના માધ્યમથી એકત્ર કરાયેલા ઈલેક્ટ્રોનિક રેકોર્ડને મેમો ભરાય ત્યાં સુધી સાચવી રાખવો જોઈએ.' નવા નિયમ અંતર્ગત કાયદાનું પાલન કરાવવા માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો મોટાપ્રમાણમાં ઉપયોગ કરાશે. તેમાં સ્પીડ પકડતા કેમેરા, સીસીટીવી કેમેરા, સ્પીડ ગન, બોડી કેમેરા, મોટરના ડેશબોર્ડ પર લાગતા કેમેરા, ઓટોમેટિક નંબર પ્લેની ઓળખ સંબંધી ઉપકરણ (એએનપીઆર), વજન જણાવતા મશીન અને અન્ય ટેકનોલોજી સામેલ છે.

 

એક સત્તાવાર જાહેરાત મુજબ, રાજ્ય સરકારો એ સુનિશ્ચિત કરશે કે ટ્રાફિક રુલ્સનું પાલન કરાવનારા બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નેશનલ હાઈવેઝ અને સ્ટેટ હાઈવેઝના વધુ જોખમવાળા અને અતિ વ્યસ્ત રસ્તા પર લગાવવામાં આવે. તે ઉપરાંત ઓછામાં ઓછા 10 લાખથી વધુ વસ્તીવાળા બધા મુખ્ય શહેરોના, જેમાં નોટિફિકેશનમાં દર્શાવેલા 132 શહેરોનો પણ સમાવેશ થાય છે, મહત્વપૂર્ણ ચાર રસ્તા, સર્કલ્સ પર આ ઉપકરણો લગાવાશે.

 

નવા નોટિફાઈડ નિયમ મુજબ, ઈલેક્ટ્રોનિકસ એન્ફોર્સમેન્ટ ડિવાઈસ દ્વારા લેવાયેલા ફૂટેજમાં લોકેશન માટે ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ, ટાઈમ અને તારીખ હશે, જેનો મેમો બનાવતી વખતે ઉપયોગ કરાશે. દેશના ઘણા શહેરોમાં ઈ-મેમો સિસ્ટમ અમલમાં છે. મંત્રાલય વધુમાં વધુ શહેરોમાં ઈલેક્ટ્રોનિક મોનિટરિંગ શરૂ થાય તેમ ઈચ્છી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS