આ ભાઈ બીજ પર તમારા જ હાથે ગાજરનો હલવો બનાવીને ભાઈને ખવડાવો.

  • November 16, 2020 01:07 PM 1953 views

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે . આ મોસમમાં ઘણા બદલાવની સાથે  ગાજર સૌથી વધુ ખવાતા હોય છે તો . ક્યારેક શાક તરીકે તો ક્યારેક અથાણા રૂપે તો ક્યારેક ગાજરનો હલવો પણ બનાવવામાં આવે છે.  ઘણા લોકોને ગાજરનો હલવો ખૂબ જ પસંદ હોય છે તહેવારની સીઝનમાં મીઠું શુભ માનવામાં આવે છે. ભગવાનને પણ પૂજામાં મીઠાઈ અર્પિત કરવામાં આવે છે અને મીઠાઈ દ્વારા મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવે છે. દિવાળીની શુભકામના આપતી વખતે પણ મીઠાઈ આપવામાં આવે છે . ત્યારે આજે ભાઈબીજના ખાસ તહેવાર પણ જો તમે તમારા ભાઈને તમારા હાથે જ ગાજરનો હલવો બનાવી ને ખવડાવવા માંગતા હો તો જલદીથી ગાજરના હલવાની આ સરળ રેસિપી જોઈ લો.

 

સામગ્રી

૧ કિલો ગાજર.

૨૫૦ ગ્રામ ખાંડ.

૨૫૦ ગ્રામ માવો

૧ ટેબલ સ્પૂન નાળિયેરનું ખમણ

પાંચ છ પીસ એલચી

૧ કપ દૂધ

૧ ટેબલસ્પૂન દેશી ઘી

૧ ટેબલ સ્પૂન કિસમિસ

૧૫ ગ્રામ કાજુ 

 

રીત

ગાજરનો હલવો બનાવવા માટે સૌથી પહેલા એક કિલો ગાજરને ધોઈ અને સારી રીતે છીણી લો ત્યારબાદ એક કડાઈમાં માવો નાખીને તેને હલાવતા રહો તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ માવો કડાઈ ના તળિયા પર ચોંટી ના જાય. તળિયે ચોટવાથી માવો બળી જાય છે. હવે એક બીજી કળાઈ લો અને તેમાં છીણેલા ગાજરને નાખી  ઉપરથી તેમાં દૂધ નાખો ગાજર સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને પકાવો ત્યારબાદ તેમાં ખાંડ નાખીને હલાવતા રહો જેથી ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય. થોડીવાર પછી ગાજરમાંથી રસ નીકળવા લાગે ત્યારે બે-ત્રણ મિનિટ સુધી થી તેને પાકવા દો જેથી કરીને તે રસ બળી જાય.

 

હવે તેમાં ઉપરથી ઘી નાખી અને મિક્સ કરી લો સાથે જ ડ્રાયફ્રુટ નાખો અને તેમાં માવો પણ નાખી દો. આ બધી વસ્તુને ત્રણ-ચાર મિનિટ સુધી હલાવી અને ધીમી આંચ પર પાકવા દો ઉપરથી એલચી નાખી તેને મિક્સ કરીને થોડી વખત ઢાંકીને રાખો. જેથી કરીને તેમાં એલચીની સુગંધ સારી રીતે ભળી જાય. લો તૈયાર છે તમારો સાદિક ગાજરનો હલવો

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application