સુશાંત આત્મહત્યા કેસમાં નવો વળાંક,  પોલીસે ભણસાલીને પૂછપરછ માટે મોકલ્યું સમન્સ..

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસ દરેક એંગલથી તપાસ કામગીરી કરી રહી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમ જ એક બાદ એક પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, હવે આ કડીમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને સમન્સ મોકલવામાં આવ્યું છે. ભણસાલીને પોલીસે સુશાંત કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.

 


જ્યારે સુશાંતને લઈને ફિલ્મ ક્રિટિક સુભાષ જા એ એવો ખુલાસો કર્યો હતો કે અભિનેતા સંજય લીલા ભણસાલી એ પોતાની ત્રણ ફિલ્મો કરવા માટે એપ્રોચ કર્યો હતો. જેમાં એક બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલા રામલીલા અને પદ્માવત ફિલ્મોનો સમાવેશ થતો હતો. સુભાષ જણાવ્યું હતું કે સુશાંતસિંહ ફિલ્મ પાની માટે તૈયારી કરી રહ્યા હતા અને તે બની શકી ન હતી તો તેમણે બાજીરાવ મસ્તાની ઓફર પોતે ઠુકરાવી હતી જ્યારે સંજય લીલા ભણસાલીએ આ બાબત તેઓને પોતે જ કહી હતી.

 


"પરંતુ સુશાંતઆ ફિલ્મને કરી શક્યા ન હતા.પછી ભણસાલીએ તેને ગોલીઓની રાસલીલા રામલીલા અને પછી પદ્માવત માં પણ રોલ માટે ઓફર કરી હતી આજના સમયમાં સંજય લીલા ભણસાલી સૌથી મોટા ડાયરેક્ટર છે અને તેમની ત્રણ ફિલ્મોમાં કામ કરવા માટે સુશાંત સ્વીકાર કરી શક્યા ન હતા."

 

સંજય લીલા ભણસાલી સિવાય પત્રકાર વિકી લલવાની જે એક ફોટો એડિટર છે તેમને  પણ બાંદ્રા પોલીસને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે, અને તેઓની સાથે સુશાંત સિંહ ના કેસને લઈને વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS