ભાવનગરમાં હવે ૫૮૯ જ કોરોના દર્દીઓ સારવાર હેઠળ

  • June 02, 2021 09:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ અઠવાડિયામાં આ આંકડો ડબલ ડિઝિટ સુધી પહોંચી જાય તેવી શક્યતા

 

મંગળવારે ભાવનગરમાં ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થતા હવે ૫૮૯ દર્દીઓ જ સારવાર હેઠળ રહ્યા છે. આ અઠવાડિયામાં આ આંકડો ડબલ ડિઝિટ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

 

 ૨૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૧૩  જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧, ઘોઘા તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૩, ગારીયાધાર તાલુકામાં ૧, ભાવનગર તાલુકામાં ૨, મહુવા તાલુકામાં ૩ તેમજ જેસર તાલુકામાં ૧ કેસ મળી તાલુકાઓમાં કુલ ૧૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. મંગળવારે ઘોઘા ખાતે રહેતા એક  પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.  ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯ અને તાલુકાઓમાં ૩૧ કેસ મળી કુલ ૪૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કાલ સુધીમાં ૨૧,૨૨૦ કેસ પૈકી હાલ ૫૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૮૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS