શહેરમાં 10 અને તાલુકાઓમાં 3 મળી 13 નવા કેસ નોંધાયા

  • March 12, 2021 03:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લામાં પણ ફરી કેસમાં થઈ રહેલો વધારો
એક્ટિવ કેસની સંખ્યા સતત વધીને 73 સુધી પહોંચી ગઈ


 

કોરોના કેસની સંખ્યા વધી રહી છે અને સામે ડિસ્ચાર્જ દર ઘટી રહ્યો છે. ગુવાર સુધીમાં એક્ટિવ પેશન્ટની સંખ્યા વધીને 73 થઈ છે. આ સંખ્યામાં છેલ્લા 10 દિવસમાં જબ્બર વધારો નોંધાયો છે. તંત્રએ ફરી હોસ્પિટલોમાં હોમ કેર સહિતની સુવિધાઓ શ કરી છે.

 


 ભાવનગર જિલ્લામા ગુવારે 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,296 થવા પામી છે. ગઈકાલે ભાવનગર શહેરી વિસ્તારમાં 8 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 10 જ્યારે તાલુકાઓમા પાલીતાણા ખાતે 1, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1 તેમજ મહુવા તાલુકાના મોટા જાદરા ગામ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ 13ને સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમા 6 કેસ અને તાલુકાઓમાં 1 કેસ મળી કુલ 7 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS