રેતી-કપચી સહિતના ખનીજ સાથે ૧.૫૦ કરોડનો મુદામાલ કબજે કરતું ખાણ ખનીજ વિભાગ

  • March 11, 2021 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવ.  અમદાવાદ રોડ પર નિરમાના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી 

 

અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલ ૬ વાહનોને ભાવનગરના ખાણ- ખનીજ વિભાગે અટકાવી તપાસ કરતા ખનીજ ચોરી પકડાઈ હતી. રોયલ્ટી ભર્યા વગર ખનીજની હેરાફેરી થતી હોય કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

 

ભાવનગરના ખાણ- ખનીજ વિભાગે નીરમાના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને રોડ પરથી પસાર થતા ૬ ડમ્પરને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ વાહનમાં રેતી-કપચીનો માલ ભર્યો હતો પરંતુ રોયલ્ટી પાસ ન હતો. રોયલ્ટી પાસ વગર ખનીજની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવી રહી હતી તેથી ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી હતી. ખાણ-ખનીજ વિભાગે આશરે રૂ. ૧.પ૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  ખનીજ ભરેલા ડમ્પર ભાવનગર તરફ આવી રહ્યા હતા પરંતુ કયાંથી ખનીજ ચોરી કરવામાં આવી હતી અને કયાં માલ લઈ જવામાં આવી રહ્યો હતો ? તે સહિતની તપાસ ખનીજ વિભાગે હાથ ધરી છે. ખનીજ વિભાગે કડક પગલા લેતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS