RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન

  • July 05, 2021 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલ ફી મામલે જણાવ્યું હતું કે, સ્કૂલ ફીમાં રાહત મામલે ટૂંક સમયમાં અમે યોગ્ય નિર્ણય લઇશું. કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટ મળ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના મળવા મામલે શિક્ષણ મંત્રીએ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ પણ ટેબ્લેટ આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે RTE મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS