ગુજરાત પ્રવાસન બાદ હવે ગુગલ  મેપ્સ માટે અવાજ આપશે બીગબી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આપણામાંથી મોટાભાગના લોકો એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે અને તમને ઘણી વખત ગુગલ મેપનો પણ ઉપયોગ કર્યો જ હશે સામાન્ય રીતે ગૂગલ મેપ્સમાં એક મહિલાનો અવાજ સાંભળવા મળતો હોય છે પરંતુ જરા વિચારો કે હવે તમે જ્યારે ગુગલ મેપ્સનો ઉપયોગ કરો અને તમને એક જાણીતો અવાજ સાંભળવા મળે તો અને એ પણ પહાડી... અવાજ. હા, સંભવ છે કે તુરંત જ તમેને ગુગલ મેપ્સમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળી શકે છે.

 

એક રિપોર્ટ પ્રમાણે ગુગલ અને અમિતાભ બચ્ચન ની વચ્ચે ગુગલ મેપ્સમાં અવાજ આપવાને લઇને વાતચીત ચાલી રહી છે, જોકે હજુ સુધી ગુગલ કે અમિતાભ બચ્ચન તરફથી કોઇ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તમને જણાવી દઈએ કે ન્યુયોર્કમાં કેરનજેક બેનનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે.

 

ત્યારે જણાવી દઈએ કે ગુગલે હાલમાં જ પોતાના મેપ્સ માટે ઘણા બધા ચેન્જ કર્યા છે જેની મદદથી યુઝર્સ અને પ્રવાસ દરમિયાન જાણકારી મળી શકે કે કયા જગ્યા પર સંક્રમણના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સાથોસાથ આ ફિચર્સની સાથે એ પણ જાણકારી મળી શકશે કે સ્ટેશન પર કેટલી ભીડ છે અને કઈ ટ્રેન કે બસ કેટલી મોડી ચાલી રહી છે.

 

જ્યારે એક કંપનીનો દાવો છે કે યુઝર્સ આ ફિચર્સની મદદથી સોશિયલ ડિસ્ટન્સને જાળવી રાખવામાં મદદ મળી રહેશે, કંપનીના બ્લોગ પોસ્ટમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગુગલ મેપ આ ટ્રાન્ઝિટ નેટ તુરંત જ અર્જેન્ટીના ભારત અમેરિકા યુ.કે સહિત અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS