દેશમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો: 24 કલાકમાં 16738 કેસ અને 138 મોત

  • February 26, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં રસીકરણ કરાયા બાદ લોકોની બેદરકારી વધતા ગત કેટલાક દિવસથી કોરોનાના સંક્રમણ વધ્યા છે અને લગભગ એક મહિના બાદ ગત 24 કલાકમાં કોરોનાના 16738થી વધુ નવા કેસ નોંધાયા છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના 16738 નવા કેસ નોંધાયા હતા અને 138 વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ અગાઉ 29 જાન્યુઆરીએ 18,855 કેસ નોંધાયા હતા અને 26 દિવસના ગાળા બાદ મૃતક દરદીઓની સંખ્યા 130થી વધી હતી.


ગત 24 કલાકમાં 16738 નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા 1,10,46,914 થઇ હતી. હાલ ભારતમાં 1,51,708 સક્રિય દરદી છે, જે કુલ દરદીના 1.37 ટકા થાય છે.


ભારતમાં કોરોનાના 97.21 ટકા દરદી સાજા થવા સાથે ગુરુવાર સુધીમાં 1,07,38,501 દરદી સાજા થયા હતા. મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા 7મી ઑગસ્ટે 20 લાખથી, 16મી સપ્ટેમ્બરે 50 લાખથી વધી હતી, 29મી ઑક્ટોબર સુધીમાં 80 લાખથી વધી હતી અને 20મી નવેમ્બરે 90 લાખથી વધી હતી અને 19મી ડિસેમ્બરે એક કરોડનો આંક પાર થયો હતો.


આઇએમસીઆરના જણાવ્યા અનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં કુલ 21,38,29,658 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા અને એમાંથી બુધવારે 7,93,383 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS