પરપ્રાંતિયોની મદદે ફરી એકવાર બીગબી આગળ આવ્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસને કારણે વર્તમાન સમયમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌથી વધારે અસર પરપ્રાંતીય મજૂરોને થઈ રહી છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે, ત્યારથી લોકો પોતાના ઘરે પહોંચવા માટે પગપાળા નીકળી પડ્યા છે, તેમની મદદ માટે સરકારે ઘણી બધી કોશિશો કરી છે પરંતુ તેની સાથે જ બોલિવુડ તેમજ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા હતા.

 


બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ બાદ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પરપ્રાંતિય મજૂરો ની સતત મદદ કરી રહ્યા છે, તાજેતરમાં જ બસ સર્વિસ શરૂ થયા બાદ હવે તેઓને ઉતરપ્રદેશ માટે રવાના કરવા તેઓ મદદ માટે આગળ આવ્યા છે.

 

આ મુશ્કેલીના સમયમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન લોકોની મદદ માટે ફરીથી આગળ આવ્યા છે, અને યુપીના મજૂરોને તેમના ઘરે પહોચાડવાનું બીડું તેમણે શરૂ કર્યું છે તેમ જ તેના માટે તેઓએ 6 ચાર્ટર્ડ ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 

 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ રીતે ફ્લાઈટમાં 180 લોકોને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે, જેમાંથી ચાર ફ્લાઈટ આજે 10 જુનના રોજ અને બે ફ્લાઇટ આવતીકાલે 11 જૂન ના રોજ રવાના કરવામાં આવશે.


આજની ફ્લાઇટ માં ઉડાન ભરવા માટે બહોળી સંખ્યામાં એરપોર્ટ પર પહોંચ્યા હતા, બે દિવસમાં પાછો ફ્લાઇટ દ્વારા અંદાજિત 1080 લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.

 

અમિતાભ બચ્ચને આ પહેલા ઉત્તરપ્રદેશના મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી હતી. 29મીના રોજ તેમણે મહીંમ દરગાહ ટ્રસ્ટ  અને હાજી અલી દરગાહ ટ્રસ્ટની સાથે મળી દસ બસો હાજીઅલીથી રવાના કરી હતી, આ બસોએ યુપીના, લખનઉ, અલ્હાબાદ, ગોરખપુર અને ભદોઈ જેવા જિલ્લાઓમાં રહેતા  250 મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી, બસોમાં મજૂરોને ખાવા પીવાથી માંડીને મેડીકલ કીટ સુધીની સુવિધા અમિતાભ બચ્ચને ઉપલબ્ધ કરાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS