આજે લોકસભામાં કરવેરા નિતી અંગેનું બિલ રજૂ થયું

  • August 06, 2021 09:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભામાં આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરવેરા નિતી અંગેનું બીલ રજૂ કર્યું હતું. અને ધ્વનિ મતથી તેને બહાલી આપવામાં આવી હતી ત્યાર બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૃહમાં કેન્દ્રીય યુનિર્વસીટી સુધારા વિધેયક-2021 ચર્ચા અને બહાલી માટે રજૂ કર્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં આજે વિપક્ષો દ્વારા કિસાન કાયદો રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો તેજ રીતે રાજ્યસભામાં પણ વિપક્ષના સભ્યોએ  વેલમાં ઘુસીને કિસાન કાયદો રદ કરવા હોબાળો મચાવ્યો હતો. જેના પગલે બન્ને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી 12 વાગ્યા બાદ સંસદના બન્ને ગૃહની  પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષનો વિરોધ અને ધોંધાટ ચાલુ રહેતા બન્ને ગૃહના અધ્યક્ષો દ્વારા ગૃહની કાર્યવાહી સોમવારે 11 વાગ્યા સુધી મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. 

લોકસભાની કામગીરીની શરૂઆતમાં અધ્યક્ષ ઓમ બિરલાએ જાપાનના હીરોસીમા અને નાગાસાકી ઉપર 1945માં અણુબોંબ પ્રહારની ઘટનાને યાદ કરી હતી. 76 વર્ષ પહેલાની આ અણુ બોમ્બની ઘટનાના કારણે તે સમયે હજારો લોકોના મોત થયા હતાં અને લાખો લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. આ અણુ બોમ્બે તેની વિનાશકારી તાકાતનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે અણુ બોમ્બના દુષપ્રભાવથી આજે પણ લોકો તેની અસરની પીડા ભોગવી રહ્યાં છે. તેથી આપણે આજના દિવસે નરસંહારના હથિયારોને નષ્ટ કરવા તથા વિશ્વમાં શાંતિ અને ભાઇચારાના પ્રચાર-પ્રસાર હેતુ એક સાથે મળીને કામ કરવાના સંકલ્પને સુદ્રઢ કરીએ. તેમણે ટોકિયો ઓલિમ્પીકમાં 57 કિલો વર્ગ કુશ્તીમાં રજત પદક મેળવવા બદલ ભારતીય રજતકુમાર દહિયાને પોતાની અને ગૃહના સભ્યો વતી શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS