રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ સત્તા ઉપર: કોંગ્રેસ ઘરભેગી

  • March 02, 2021 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતમાં ગયા રવિવારે યોજાયેલી 36 બેઠકની ચૂંટણીનું પરિણામ આજે બપોરે જાહેર થઈ ગયું છે અને 36માંથી 26 બેઠક પર ભાજપ્ના ઉમેદવારો જીતી ગયા છે. કોંગ્રેસને માત્ર 12 બેઠક મળી છે. 2015માં યોજાયેલી રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને 36માંથી 34 અને ભાજપ્ને માત્ર બે બેઠક મળી હતી. આ વખતે સમગ્ર ચિત્ર પલટાઈ ગયું છે અને ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં જિલ્લા પંચાયતમાં ભાજપ્ના બે જૂથ વચ્ચેની લડાઈ એટલી ચરમસીમાએ પહોંચી હતી કે પડધરી અને જસદણ તાલુકામાં ભાજપ્ના જીતવાને લાયક અનેક ઉમેદવારોને હાર સહન કરવી પડી છે.

 

 

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી પરાજિત થયા છે. જસદણ અને વીંછિયા તાલુકામાં ભાજપ્ને મોટો ફટકો પડયો છે તો અન્ય તાલુકાઓમાં મતદારોએ મનભરીને ભાજપને મત આપ્યા છે. કોંગ્રેસમાંથી અર્જુનભાઈ ખાટરિયા વિજેતા જાહેર થયા છે અને તેને હવે વિરોધપક્ષમાં બેસવાનો વારો આવશે. ભાજપ્ના ઉમેદવારો જ્યાં જીત્યા છે જ્યાં આટકોટમાં દક્ષાબેન રાદડિયા, બેડીમાં સુમિતા રાજેશભાઈ ચૌહાણ, બેડલામાં સવિતાબેન ભરતભાઈ ગોહેલ, બોરડી સમઢિયાળામાં ભૂપતભાઈ કડવાભાઈ સોલંકી, ચરખડીમાં અમૃતલાલ ભલાભાઈ મકવાણા, દડવીમાં કંચનબેન મુકેશભાઈ બગડા, બેરડીમાં રાજેશભાઈ લખુભાઈ ડાંગર, જામકંડોરણામાં જ્યોત્સનાબેન જયંતીલાલ પાનસુરિયા, કસ્તુરબાધામમાં ભૂપતભાઈ જસમતભાઈ બોદર, કોલીથડમાં સહદેવસિંહ રેવતુભા જાડેજા, કોલકીમાં જયંતીલાલ મોહનલાલ બરોચિયા, કુવાડવામાં પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી, લોધીકામાં મોહનભાઈ ભાણાભાઈ દાફડા, મોટીમારડમાં વિરલ પ્રફુલ્લભાઈ પ્નારા, મોવિયામાં લીલાબેન બટુકભાઈ ઠુંમર, મોટી પાનેલીમાં જયશ્રીબેન વિપુલભાઈ ગેડિયા, પારડીમાં અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, પેઢલામાં ભાવનાબેન સુભાષચંદ્ર બાંભરોલિયા, પીપરડીમાં સવિતાબેન નાથાભાઈ વાસાણી, સાણથલીમાં નિર્મળાબેન ધનજીભાઈ ભૂવા, સરપદડમાં સુમાબેન નાથાલાલ લુણાગરિયા, શિવરાજગઢમાં શૈલેષ ચિમનભાઈ ડોબરિયા, સુપેડીમાં ભાનુબેન ભીખાભાઈ બાબરિયા, થાણાગાલોળમાં પ્રવીણભાઈ ગોગનભાઈ કિયાડા, વેરાવળમાં ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટિલાળા અને વીરપુરમાં અશ્ર્વિનાબેન જનકભાઈ ડોબરિયા વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસમાં ભાડલામાં મનસુખભાઈ નારણભાઈ સાકરિયા, ભડલીમાં ગીતાબેન અમરશીભાઈ ચૌહાણ, ડુમિયાણીમાં ગીતાબેન રણજીતભાઈ ચાવડા, કમળાપુરમાં ખોડાભાઈ આંબાભાઈ દૂધરેજિયા, કોટડાસાંગાણીમાં અર્જુનભાઈ ઘનશ્યામભાઈ ખાટરિયા, પડધરીમાં ગિરીરાજસિંહ ચંદુભા જાડેજા, સરધારમાં ભરત પરશોત્તમભાઈ લકકડ, શિવરાજપુરમાં રણજીતભાઈ જગદીશભાઈ મેણિયા, વીંછિયામાં અરવિંદભાઈ ગોરધનભાઈ તલસાણિયાનો વિજય થયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS