વોર્ડ નં.9માં ભાજપના પુષ્કર પટેલની પેનલનો 13 હજારથી વધુ મતની જંગી બહુમતીથી વિજય

  • February 23, 2021 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિરાણી હાઇસ્કૂલ ખાતેથી જ પુષ્કર પટેલના સમર્થકોએ ભવ્ય વિજય સરઘસ યોજ્યું, અમીન માર્ગ અને હરીહર સોસાયટીમાં આતશબાજી


રાજકોટ મહાપાલિકાના પશ્ર્ચિમ ઝોન હેઠળના પોશ વિસ્તાર સાધુ વાસવાણી માર્ગ, યુનિવર્સિટી રોડ, 150 ફુટ રીંગ રોડ અને રૈયા રોડને સમાવિષ્ટ કરતા વોર્ડ નં.9માં ભાજપ્ના ઉમેદવાર પુષ્કર પટેલની પેનલના ચારેય ઉમેદવારોનો 13 હજારથી વધુ મતની જંગી બહમતીથી વિજય થયો છે.


વિરાણી હાઇસ્કૂલ ખાતે સૌથી છેલ્લે વોર્ડ નં.9ની મતગણતરી થઇ હતી જેમાં પોસ્ટલ બેલેટના રાઉન્ડથી જ ભાજપ્ની લીડ શ થઇ હતી અને અંતિમ રાઉન્ડ સુધી તે લીડ જળવાઇ રહી હતી. ભાજપ્ના ચારેય ઉમેદવારોને મળેલા મત જોઇએ તો પુષ્કર હરિભાઇ પટેલને 19,525 મત, જીતુભાઇ મનુભાઇ કાટોળીયાને 18,686 મત, દક્ષાબેન ભરતભાઇ વસાણીને 18,726 મત અને આશાબેન રાજુભાઇ ઉપાધ્યાયને 19,832 મત મળ્યા હતાં. પુષ્કર પટેલ આ વોર્ડના સીટીંગ કોર્પોરેટર હોય સ્વાભાવીક રીતે જ તેમને ચારેય ઉમેદવારોમાં સૌથી વધુ મત મળ્યા છે.


બપોરે 1-30 કલાકે વોર્ડ નં.9ના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થતાની સાથે જ પુષ્કર પટેલના સમર્થકો સેંકડોની સંખ્યામાં વિરાણી હાઇસ્કૂલ ખાતે ઉમટી પડયા હતાં અને ત્યાંથી જ વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. અમીન માર્ગ સ્થિત પુષ્કર પટેલની ઓફિસ અને હરીહર સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાન વિસ્તારમાં આગેવાનો અને કાર્યકરોએ એક કલાક સુધી આતશબાજી કરી જશ્ન મનાવ્યું હતું. વોર્ડ નં.9માં ભવ્ય જીત બાદ પુષ્કર પટેલે પ્રતિક્રિયા વ્યકત કરતા આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારાને વધુ એક વખત સ્વીકારીને તમામ ઉમેદવારોને જંગી બહમતીથી વિજેતા બનાવ્યા છે. વોર્ડ નં.9ના મતદારોએ જેટલી લાગણીથી મત આપી વિજેતા બનાવ્યા છે તેનાથી વધુ લાગણીથી અમે તેમના કામ કરી બતાવશું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS