કોરોનાના કારણે બોલિવૂડને 2 અબજ ડોલરનું નુકસાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મોના મોટા બજાર તરીકે ઓળખાતાં ચીનમાં કોરોના વાયરસને કારણે મહિનાઓથી થિયેટરો બધં પડેલા છે. આ વાયરસને કારણે ૨૦૨૦માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. ગ્લોબલ બોકસ ઓફિસ ઉપર નુકસાનીનો આંકડો બે અબજ ડોલર સુધી પહોંચી શકે છે.


ફેબ્રુઆરી–૨૦૧૯માં ચીને એક મહિનામાં સૌથી વધુ બોકસ ઓફિસ રેવન્યુ એકત્ર કરવાનો રેકર્ડ બનાવ્યો હતો. ચાઈના ડેલી અનુસાર ફેબ્રુઆરીમાં બોકસ ઓફિસ પર કુલ ૧.૬૪ બિલિયન ડોલરની કમાણી થઈ હતી. અહેવાલ અનુસાર ૨૦૧૯માં ચાઈનીઝ ન્યુ યર દરમિયાન ટિકિટ કમાણી ૧.૫૨ અબજ ડોલર હતી પરંતુ ૨૦૨૦માં (૨૪ જાન્યુઆરી–૧૨ ફેબ્રુઆરી) સુધી આ આંકડો માત્ર ૩.૯ કરોડ ડોલર પર આવી ગયો હતો. જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫મી ફિલ્મ નો ટાઈમ ટુ ડાઈનું એપ્રિલ પ્રિમીયર અને ટુર કેન્સલ થઈ ગઈ છે. યારે મુલાનની ચીનમાં રિલિઝ થવાનું પણ હજુ નક્કી નથી. અત્યારે બન્ને ફિલ્મો માટે ચીનમાં રિલિઝ થવું અત્યતં ફાયદાકારક માનવામાં આવે છે.


 વર્ષ ૨૦૧૫માં સ્પેકટરે ચીનમાં ગ્રોસ ૮૩.૫ કરોડ ડોલરનો કારોબાર કર્યેા હતો યારે વૈશ્ર્વિક સ્તરે આ આંકડો ૮૦૦ કરોડ ડોલર હતો. આ ઉપરાંત મિશન ઈમ્પોસીબલ સિરીઝની સાતમી ફિલ્મનું પ્રોડકશન પણ રોકી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત ડુ લિટલ, સોનિક ધ હેઝહોગ અને ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ જોજો રેબિટ, મેરેજ સ્ટોરી અને લિટિલ વુમનની ચાઈના રિલિઝ અત્યારે રોકી દેવામાં આવી છે.


ચીન ભારતીય ફિલ્મોનું પણ મોટું માર્કેટ છે. કોરોના વાયરસને કારણે અંદાજે પાંચ ફિલ્મોનું શૂટિંગ લોકેશન બદલાયું છે તેમાંથી ત્રણ બોલિવૂડ, એક તામીલ અને એક તેલુગુ ફિલ્મ છે. અંધાધૂંધ, મોમ, હિચકી જેવી ફિલ્મોએ ચીની બોકસ ઓફિસ ઉપર ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કરી ચૂકી છે. યારે આમીર ખાનની ફિલ્મ દંગલે ચીની બજારમાં એક કરોડ રૂપિયાથી વધુનો વકરો કર્યેા છે.     
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS