બીએસએનએલ આ પ્લાન સાથે આપશે ગૂગલનું સ્માર્ટ સ્પીકર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બીએસએનએલએ વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડવા માટે શાનદાર ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ તમને બ્રોડબેન્ડ પ્લસ ની સાથે ઓછી કિંમતમાં ગુગલ નેસ્ટ હબ તેમજ નેસ્ટ મીની સ્પિકર આપવામાં આવશે. પરંતુ ગ્રાહકે આ ડિવાઇસની સાથે 13 મહિના સુધી ઇએમઆઇ ચૂકવવું પડશે.

 

ગ્રાહકે ગુગલ નેસ્ટ મીની સ્માર્ટ સ્પીકર મેળવવા માટે ઓછામાં ઓછા 799 રૂપિયા વાળો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવો પડશે. પ્લાનના માસિક ભાડા સિવાય યુઝરને આ ડિવાઇસ માટે 13 મહિના સુધી 99 રૂપિયાની ઇએમાઈ ચૂકવવી પડશે

 

તેમજ ગૂગલ નેસ્ટ હબ ડિવાઇસ મેળવવા માટે યુઝરે ઓછામાં ઓછા 1,999 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાન પસંદ કરવાની જરૂરત પડશે. યુઝરને માસિક ભાડા સિવાય  આ ડિવાઇસ માટે ૧૩ મહિના સુધી 199 રૂપિયા ઇએઆઈ ચૂકવવી પડશે. આ ઓફર 90 દિવસ સુધી એક્ટિવ રહેશે.

 

હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે. તેના દ્વારા તમે બોલી અને ગીત સાંભળી શકો છો તેમજ હવામાનના સમાચાર પણ જાણી શકો છો, આ સિવાય યુઝરને તેમાં એલાર્મ સેટ કરવાની સુવિધા પણ મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS