રાજકોટ બસપોર્ટ સહિત ડિવિઝનના ૯ ડેપોની બસ સેવા સવારથી શરૂ

  • May 19, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડા અસરગ્રસ્ત દીવ, ઉના, વેરાવળ, કોડીનાર, રાજુલા અને બગસરા પંથકના બસ રૂટ હજુ બંધ

 


ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસપોર્ટ સહિત રાજકોટ એસટી ડિવિજનના તમામ ૯ ડેપોની બસ સેવા આજે સવારથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડા અસરગ્રસ્ત દીવ, ઉના, વેરાવળ, કોડીનાર, રાજુલા અને બગસરા પંથકના બસ રૂટ હજુ બધં રાખવામાં આવ્યા હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

 


વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન અને બસપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની સ્થિતિમાં તકેદારી–સાવચેતીના ભાગરૂેપે હંગામી ધોરણે સ્થગિત કરાયેલી બસ સેયવા સંચાલન રૂટના રોડ–રસ્તાનો સર્વે કરી તથા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહીને રૂટમાં આવતા તમામ ડેપોના સંપર્કમાં રહીને શરૂ કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ મળતા આજે સવારે ૬ કલાકથી બસ સંચાલન શરૂ કરાયું છે.

 


સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હોય તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા હોય તે વિસ્તારોમાં બસ સેવા બધં રખાઈ છે.

 


રાજકોટ ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના તમામ ૯ ડેપોની બસ સેવા આજે સવારથી શરૂ થઈ ગઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS