વિધાનસભાની મોરવાહડફની બેઠક માટે પેટાચૂંટણી જાહેર: 17 એપ્રિલે મતદાન

  • March 17, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યની નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થયાને ગણતરીના દિવસો થયા છે ત્યાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મોરવાહડફ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે .આગામી તારીખ 17 એપ્રિલે મોરવાહડફ ની બેઠક પર મતદાન યોજાશે અને તારીખ 2જી મે મતગણતરી હાથ ધરવામાં આવશે.

 


અત્રે નોંધવું જરૂરી છે કે મોરવાહડફ ની બેઠક શેડ્યુલ્ડ ટ્રાઈબ્સની અનામત બેઠક છે વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાટ આ બેઠક ઉપર વિજેતા થયા હતા પરંતુ પ્રમાણપત્રના મુદ્દે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલો હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો .લાંબાસમય સુધી સ્ટે રહેવાના કારણે આ બેઠક પર ચૂંટણી થઇ શકી ન હતી દરમિયાન ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાટ નું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરી દેવામાં આવી છે.
મોરવાહડફ બેઠક પર 111082 પુરુષ મતદારો છે અને 107711 મહિલા મતદારો નોંધાયેલા છે. આગામી તારીખ 23 માર્ચ આ બેઠક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

 

ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ 30 માર્ચ નિર્ધિરિત કરવામાં આવ્યો છે. 31 માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા 3જી એપ્રિલ નિર્ધિરિત કરવામાં આવી છે. આ બેઠક પર 17 એપ્રિલે મતદાન યોજાશે અને મતગણતરી 2જી મે ના હાથ ધરવામાં આવશે.

 


હાલની પરિસ્થિતિમાં ભાજપ પાસે ધારાસભ્યનું સંખ્યાબળ 111 છે .જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. એનસીપીના બે .બીટીબીના 2 અને એક અપક્ષ ધારાસભ્ય છે હવે માત્ર દેવભૂમિ દ્વારકા ની બેઠક ખાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોને સંખ્યાબળ હજી પૂર્ણ થયું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS