કેનેડાએ ભારત-પાકની ફ્લાઇટ પર 30 દિવસનો પ્રતિબંધ મૂક્યો

  • April 23, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની ની બેફામ ગતિ ને પગલે વિદેશી શાસકો સાબદા

 


દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર અતિ ભયાનક બની ગઇ છે અને એ જ રીતે પાકિસ્તાનમાં પણ કોરોનાવાયરસ નો હાહાકાર મચેલો છે ત્યારે વિદેશી શાસકો પોતાની જનતાને બચાવવા માટે સક્રિય થયા છે અને તેમાં હવે કેનેડાનો પણ સમાવેશ થયો છે.

 

 


કેનેડાની સરકારે ભારત અને પાકિસ્તાનની પેસેન્જર ફલાઈટો પર 30 દિવસ સુધી નો પ્રતિબંધ મૂકી દીધો છે. કેનેડામાં પણ કોરોનાવાયરસ મહામારીને લીધે પરિસ્થિતિ બગડી હતી અને સાવચેતી ના પગલાં રૂપે કોરોનાવાયરસ ને વધુ ફેલાતો અટકાવવા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ કેનેડાની સરકારના પ્રવક્તાએ જાહેર કર્યું છે.
કેનેડાની સરકાર દ્વારા આજથી જ ભારત અને પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટો પર પ્રતિબંધનો અમલ જાહેર કરવામાં આવ્યો છે. કેનેડામાં પણ સરકારની સામે વિપક્ષ દ્વારા માછલા ધોવામાં આવી રહ્યા છે.

 

 


વિરોધ પક્ષના નેતાઓએ એમ કહ્યું હતું કે કેનેડામાં ત્રીજી લહેર ચાલી રહી છે છતાં સરકાર પૂરતા પગલાં લેતી નથી અને બહારથી એટલે કે વિદેશના લોકોને અહીં આવતા અટકાવતી નથી તેનાથી ગંભીર પરિસ્થિતિ સર્જાવા નો ખતરો છે.

 

 


સરકાર પર સતત આરોપ નાખવામાં આવી રહ્યા હતા અને તેને પગલે કેનેડાની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન દ્વારા ગંભીર ચચર્િ થઈ હતી અને ત્યારબાદ ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021