કેનેડાએ ભારતની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

  • August 10, 2021 09:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા જતા કેસોને કારણે સોમવારે મોટો નિર્ણય લેતા કેનેડાનીસરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

 

કોરોના મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્ર્મણને લઈને આ પાંચમી વખત પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. કેનેડામાં 22 એપ્રિલના રોજ પ્રથમ વખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. 19 જુલાઈના રોજ કેનેડાની સરકારે 21 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ જાહેર આરોગ્ય સલાહ પર લંબાવવામાં આવ્યો છે.

 

આ ઉપરાંત કેનેડાની સરકારે કહ્યું હતું કે તેણે ઈન્ડાયરેક્ટ રૂટથી ભારતથી કેનેડા જતા મુસાફરો માટે ત્રીજા દેશની પ્રિ-ડિપાર્ચર કોવિડ -19 ટેસ્ટ સંબંધિત જરૂરિયાતમાં પણ વધારો કર્યો છે. કેનેડા માટે પ્રસ્થાનના બીજા પોઇન્ટ સાથે જોડાયેલા ભારતના મુસાફરોને કેનેડાની મુસાફરી ચાલુ કરતા પહેલા ફરજિયાત પ્રિ-ડિપાર્ચર કોવિડ -19 નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજીયાત રહેશે.

 

આ ઉપરાંત, કેનેડાની સરકારે કહ્યું કે જો દેશમાં કોરોનાની સ્થિતિ સારી રહે તો 7 સપ્ટેમ્બરથી દેશની સરહદો ફૂલી વેક્સીનેટેડ યાત્રીઓ માટે ખોલી દેશે. જેને કેનેડામાં પ્રવેશ કરતા પહેલા ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કેનેડાની સ્વીકૃત વેકેસીનનો કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ. આ સાથે જ ચોક્કસ પ્રવેશ જરૂરિયાતોને પૂર્ણ કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS