કેનેડા સરકારે ભારતથી આવતી ફ્લાઈટ્સ પર 30 દિવસ માટે મુક્યો પ્રતિબંધ

  • April 23, 2021 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ભારતમાં સતત વધતાં કોરોનાના સંક્રમણના કારણે કેનેડાની સરકારે ભારતથી આવતી ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધ ગુરુવારથી શરુ થઈ અને 30 દિવસ સુધી લાગુ રહેશે. ખાસ વાત એ છે કે દેશમાં રાજનેતાઓના વિરોધ બાદ જસ્ટિન ટ્રૂડો સરકારે આ નિર્ણય લીધો છે. જો કે આ સમય દરમિયાન કાર્ગો ફ્લાઈટ્સ પ્રભાવિત થશે નહીં. 

 

 

કેનેડાના સ્વાસ્થ્ય મંત્રી પૈટી હાજૂએ કહ્યું છે કે તમામ આંતરરાષ્ટ્રીય યાત્રાઓમાં 20 ટકા ભારતીય છે. તેમાંથી કેનેડાના એરપોર્ટ પર અધિકારીઓ તરફથી તપાસ કરતાં જાણવા મળ્યું કે 50 ટકાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત આવ્યા છે. 

 

 

ઓંટારિયો અને ક્યૂબેકના કંજર્વેટિવ પ્રમુખે પણ ગુરુવારે ટ્રૂડોને પત્ર લખ્યો હતો. તેમણે પીએમને આંતરરાષ્ટ્રીય યાત્રા બંધ કરવા અપીલ કરી હતી. પરિવહન મંત્રી ઉમર અલગાબ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે જો જરૂર પડશે તો કેનેડા અન્ય દેશોની ફ્લાઈટ રદ્દ કરવામાં પણ સંકોચ કરશે નહીં. જણાવી દઈએ કે કેનેડાએ ભારત સાથે પાકિસ્તાનથી આવતી ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ મુક્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS