ઉના તા.પં.,ની ૨૬ બેઠકો માટે ૬૦ ઉમેદવારો: ભાજપ-કોંગ્રેસની સીધી સ્પર્ધા

  • February 26, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાની તાલુકા પંચાયતની ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણી જાહેર થયેલ હતી. ફોર્મ પાછા ખેંચાતા અંતે ૨૬ ભાજપ, ૨૬ કોંગ્રેસ, ૧ આમ આદમી પાર્ટી, ૭ અપક્ષો મળી ૬૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

અને ભાજપ, કોંગ્રેસ વચ્ચે તિવ્ર રસાકસી જામી છે.તાલુકા પંચાયતની ૭ બેઠક ઉપર ૧૭૫ બુથ ઉપર ૮૨૫૨૨ પુરુષો અને ૭૭૬૨૯ સ્ત્રી મતદારો મળી કુલ ૧ લાખ ૬૦,૧૫૧ મતદારો તેમના મતદાનનાં અધિકારનો ઉપયોગ કરી ૨૬ તાલુકા પંચાયતના સભ્યોને વિજયી બનાવશે.જયારે ઉના તાલુકા પંચાયત હેઠળ આવતી ૭ જિલ્લા પંચાયતની ભાચા, દેલવાડા, કોબ, મોટાડેસર, નવાબંદર, શૈયદ રાજપરા, સનખડા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપ ૭, કોંગ્રેસ ૭, ૪ અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧૮ ઉમેદવારો વચ્ચે રસાકસી જામી છે.ગ્રામ્ય વિસ્તારમાં મતદારે ૧ તાલુકા પંચાયત, ૧ જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે બે મત આપવાના રહેશે. તમામ બેઠકોની મત ગણતરી તા.૨-૩ના ઉનામાં શાહ એચ.ડી.હાઈસ્કૂલનાં સભાખંડમાં ચૂંટણી અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS