મિનિ લોકડાઉનમાં જુગારની મોસમ ખીલી ત્રણ દરોડામાં ૧૮ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • May 27, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સણોસરામાં ટોકન આધારીત જુગાર કલબ પર દરોડો, ૭ ઝડપાયા: આંબેડકરનગરમાં જુગાર રમતા ૯ પકડાયા: લાતી પ્લોટમાં વર્લી ફીચરના આંકડા લેતી બેલડી ઝબ્બેમિનિ લોકડાઉન વચ્ચે શહેરમાં જુગારની મોસમ ખીલી હોય તેમ રોજબરોજ જુગારના એકથી વધુ કેસ થઈ રહ્યા છે. ત્યારે જુગારનો વધુ ત્રણ દરોડામાં પોલીસે ૧૮ શખસોને ઝડપી લીધા હતા. જેમાં શહેરની ભાગોળે સણોસરા ગામમાં ટોકન આધારિત જુગાર કલબ પર દરોડો પાડી સાત શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા. યારે ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં જુગાર રમતા ૯ શખસોને અને લાતી પ્લોટમાં વરલીના આંકડા લેનાર બેલડીને ઝડપી લીધી હતી.

 


ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઈ એસ.વી.સાખરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પો.કોન્સ. હીરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સોલવન્ટ ફાટક, સણોસરા ગામ પેટ્રોલ પપં પાસે,હત્પસેન ઘાંચીના મકાનમાં ચાલતી ટોકન આધારિત જુગાર કલબ પર દરોડો પાડો હતો.

 


પોલીસે અહીં જુગાર રમતા હત્પસેન જુસબભાઈ ભુવર(ઉ.વ ૪૯),નવઘણ ઉર્ફે મુન્ના વાલજીભાઈ જીંજુવાડિયા(ઉ.વ ૩૬),ગોરધન મોહન જીંજુવાડિયા(ઉ.વ ૪૫),ધર્મેશ રણછોડ ચારોલા(ઉ.વ ૨૩),ભરત હરેશ કુકવા(ઉ.વ ૨૩),ઘનશ્યામ ગોપાલ લીંબાસિયા(ઉ.વ ૬૨)અને સંજય લીંબાભાઈ બાબુતર(ઉ.વ ૩૧) ને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ .૬૭૦૦૦ તથા અલગ અલગ કલરના ૧૦૦૦,૫૦૦,૨૦૦ તથા ૧૦૦ ના દરના ટોકન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 


અન્ય દરોડામાં માલવિયાનગર પોલીસ મથકના પી.આઈ કે.એન.ભુકણની રાહબરીમાં પીએસઆઈ વી.કે.ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ભાવેશ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આંબેડકરનગરમાં ધારા ગેસ એજન્સીની સામેની શેરીમાં દરોડો પાડી જુગાર રમતા સંજય ઉર્ફે રમેશ ચુડાસમા, ભરત ઉર્ફે ગટુ મકવાણા, રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ, રવિ અરજણભાઈ રાઠોડ, જગદીશ ઉર્ફે જગો ચૌહાણ, યોગેશ બેડવા, હકા ખીમસુરીયા, મયુર ચૌહાણ અને હિરેન પરમારને ઝડપી લઇ રોકડા ૧૧૬૫૦ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ભગં અંગેની કાર્યવાહી કરી હતી.

 


યારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.જે.જાડેજા અને ટીમે લાતી પ્લોટમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા ધર્મેશ ઉર્ફે ધમબાપુ ખીટ(ઉ.વ ૨૯ રહે.રણછોડદાસ બાપુ આશ્રમ પાસે રાજકોટ) અને રમેશ વાઘજીભાઈ ભંડારિયા(ઉ.વ ૫૧ રહે. રણછોડદાસ બાપુ આશ્રમ પાસે)ને દબોચી લઇ ૧૧૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા છે. ધર્મેશ અગાઉ હત્યાના ગુનામાં અને રમેશ અગાઉ જુગારના કેસમાં પકડાઈ ચુકયો હોવાનું માલુમ પડું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS