900 બેડની કોવિડ હોસ્પિટલ 25 એપ્રિલ સુધીમા થશે કાર્યરત, તૈયારીઓ આખરી પડાવ પર

  • April 22, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી આપી જાણકારી

 અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસોને લઈ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ પણ ફુલ થવા લાગ્યા છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે 900 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે જે આગામી ટૂંક સમયમાં જ કાર્યરત થશે. તેની જાણકારી ગાંધીનગરના અને અમદાવાદના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ટ્વીટ કરીને આપી છે.

 


ભારત સરકાર અને ડીઆરડીઓના સહયોગથી ગુજરાત સરકારની પહેલ અમદાવાદમાં યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની કામગીરી અંતિમ પડાવે પહોંચી ચૂકી છે.ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં 150 બેડનું આઇ.સી.યુ. પણ હશે,જરૂર પડે તો વધુ 500પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા કરવામા આવી છે.

 

 


જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શમર્નિે સોંપવામાં આવી છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા તબીબી અધિકારી ડોક્ટર જયદીપ ગઢવી વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

 


900 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે.

 

 


અમદાવાદમાં સરકાર દ્વારા જી એમડીસી ગ્રાઉન્ડ ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે જે આગામી શનિ અથવા રવિવારના રોજ કાર્યરત થશે. આ બેડમાં દરેક બેડ ઓક્સિજનવાળા હશે અને 150 બેડ આઇસીયુ યુનિટવાળા હશે. આ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વાર જ દાખલ કરવામાં આવશે. આ હોસ્પિટલ આગામી તારીખ 25મી એપ્રિલ સુધીમાં કાર્યરત થઇ જાય તેવી સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS