ખાનગી હોસ્પિટલમાં 50,000 સુધીની સારવાર મા કાર્ડમાંથી વિનામૂલ્યે મળવા પાત્ર, સરકારનો નિર્ણય

  • May 12, 2021 10:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળશે અને આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

 


મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા 50,000 સુધીની સારવાર આ કાર્ડમાંથી વિનામૂલ્યે મળવા પાત્ર થશે

 


મુખ્યમંત્રી એ રાજ્યમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા અંદાજે 80 લાખ જેટલા પરિવારોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં તારીખ 10 મી જુલાઈ 2021 સુધી આ લાભ આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવાર ખર્ચમાં ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે 

 

મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સહિતની વિવિધ બાબતોની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જામંત્રી  સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી  પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ  અનિલ મુકિમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ ઓ સર્વ  પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા,   એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ  મતી ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS