CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતાની બેઠકમાં લેવાયો નિર્ણય 

  • June 01, 2021 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આજે આ મામલે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં સીબીએસઈના ચેરમેન સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય ગહન ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. 

 

આ પહેલા શિક્ષામંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે બોર્ડની પરીક્ષાઓ અંગે નિર્ણય લેવાના હતા પરંતુ તેમની અચાનક તબીયત લથડતા તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આજે બોર્ડની પરીક્ષા અંગે નિર્ણય લેવાનું નક્કી હતુ કારણ કે સુપ્રીમ કોર્ટમાં 3 જૂન સુધીમાં શિક્ષા મંત્રાલયે પરીક્ષાના સંબંધમાં નિર્ણય જણાવવાનો હતો. કેન્દ્ર સરકારે 31 મેના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ પાસેથી પરીક્ષા સંબંધીત નિર્ણય લેવા 2 દિવસનો સમય માંગ્યો હતો. 

 

બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. કોરોનાની વચ્ચે બાળકોને સ્ટ્રેસમાં મુકવા યોગ્ય નથી.  ઉલ્લેખનીય છે કે પરીક્ષાઓ રદ્દ કરવા વિપક્ષ સતત માંગ કરી રહ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS