કોરોનાના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોને મફત શિક્ષણ, વીમો અને 18 વર્ષ સુધીનું ભથ્થુ આપશે કેન્દ્ર સરકાર

  • May 29, 2021 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે જે બાળકોનાં માતા-પિતાએ કોરોના વાયરસને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમને 'પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન ફંડ' હેઠળ સહાય આપવામાં આવશે. આ અંતર્ગત તેઓને 18 વર્ષની ઉંમર સુધી માસિક વળતર આપવામાં આવશે. સાથે જ તેમને 23 વર્ષની વયે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. 

 

 

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી કે કોવિડથી જીવ ગુમાવનારા માતાપિતાના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેવામાં સહાય કરવામાં આવશે અને પીએમ કેર દ્વારા લોનનું વ્યાજ ચૂકવવામાં આવશે.

 

 

આ સાથે બાળકોને 18 વર્ષની વય સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ પણ પીએમ કેર દ્વારા ચૂકવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળકો ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, તેમના માટે જરૂરી બધું જ કરીશું.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021