ચહર-મોઈન ઝળક્યા, પંજાબ સામે ચેન્નઈનો આસાન વિજય

  • April 17, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દીપક ચહરની ઘાતક બોલિંગ બાદ મોઈન અલી અને ફાફ ડુપ્લેસિસની આક્રમક બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુનર્મિેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે આસન વિજય નોંધાવ્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. દીપક ચહરની ઝંઝાવાતી બોલિંગ સામે પંજાબ કિંગ્સના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા અને ટીમ નિધર્રિીત 20 ઓવરમાં 8 વિકેટે 106 રન નોંધાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 15.4 ઓવરમાં 4 વિકેટે 107 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. દીપક ચહરે ચાર વિકેટ ઝડપી હતી.

 


ચેન્નઈ સુપર કિંગ્સની ધમાકેદાર બેટિંગ
ચેન્નઈ સામે 107 રનને આસાન લક્ષ્યાંક હતો પરંતુ ટીમે 24 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી જેણે પાંચ રન નોંધાવ્યા હતા. જોકે, બાદમાં ઓપ્નર ફાફ ડુપ્લેસિસ અને મોઈન અલીની જોડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ જોડીએ 66 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમના વિજયને વધારે આસાન બનાવી દીધો હતો. મોઈન અલી ચાર રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 31 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે 46 રન નોંધાવ્યા હતા. જ્યારે ડુપ્લેસિસ અંત સુધી નોટ આઉટ રહ્યો હતો. તેણે 33 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ 36 રન નોંધાવ્યા હતા. પંજાબ માટે મોહમ્મદ શમીએ બે તથા અર્શદીપ સિંહ અને મુરુગન અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી.

 


પંજાબ કિંગ્સનો શરૂઆતમાં જ ધબડકો
પંજાબ કિંગ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. તેના સ્ટાર બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ જતાં શરૂઆતથી જ ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. કેપ્ટન લોકેશ રાહુલ પાંચ રન નોંધાવીને રન આઉટ થયો હતો જ્યારે તેનો સાથી ઓપ્નર મયંક અગ્રવાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ક્રિસ ગેઈલે પણ તેના ચાહકોને નિરાશ કયર્િ હતા અને 10 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. દીપક હૂડા 10 રન નોંધાવીને આઉટ થયો હતો અને નિકોલસ પૂરણ શૂન્ય પર આઉટ થયો હતો. પંજાબ 26 રનમાં તેની અડધી ટીમ ગુમાવી દીધી હતી.

 


શાહરૂખ ખાનની આક્રમક બેટિંગ, ચહરની ઘાતક બોલિંગ
પંજાબ માટે મિડલ ઓર્ડરના બેટ્સમેન શાહરૂખ ખાને સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. શાહરૂખે 36 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 47 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે જ્યે રિચાર્ડસને 15 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે દીપક ચહરે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ કરન, મોઈન અલી અને ડ્વેઈન બ્રાવોએ એક-એક વિકેટ ઝડપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS