હળવદ તાલુકામાં વડોદરા-લાકડિયા હેવી વીજલાઇનનાં વિરોધમાં ખેડૂતોનો ચકકાજામ

  • March 25, 2021 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમાં વીજલાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચક્કાજામ, રોષપૂર્ણ આવેદન પાઠવ્યું વડોદરા થી લાકડીયા સુધી ની વિઝ લાઈનના વળતર બાબતે ખેડૂતોનું નથી કોઈ સાંભળતું.!પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી અંતે  સમજાવટ બાદ ખેડૂતો હાઈવે પરથીહટ્યાહતા ખેડૂતો મામલતદાર કચેરીમાં એકઠા થઇ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતરહી હતી.


લાકડીયા થી વડોદરા જઇ રહેલ ૭૬૫ કે.વી વીજ લાઈન વળતર બાબત અન્યાય અને જમીન નુકસાની  બાબતે ન્યાય મેળવવા હળવદ તાલુકાના રાણેકપર, ઘનશ્યામપુર, ઢવાણા, કોયબા, માનસર, રણજીતગઢ, ધનાળા, કેદારીયા, પ્રતાપગઢ, સુરવદર, જુના દેવળિયા સહિતના તાલુકાના ખેડૂતોએ વીજ લાઈનથી ખેતીને થતા નુકશાન મામલે મામલતદાર કચેરીએ મોરચો માંડ્યો હતો.


હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં અનેક ગામના ખેડૂતોને અન્યાય થતો હોય જેથી આવેદન પાઠવી જણાવીએ છીએ કે મહાકાય રાક્ષસ વીજ લાઈન પસાર થવાથી ખેતીલાયક જમીનમાં ખેતી કરવા જવું કે નહિ તે મોટો પ્રશ્ન છે ટાવરને ખરાબાની જમીનમાં લઇ જવા વિનંતી કરી છે તેમજ તા. ૧૫-૦૨ ના રોજ મોરબી જીલ્લા કલેકટર ઓફિસે સર્વે ગામોના ખેડૂતો હાજર હતા અને હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા છતાં ગામોના હુકમ ઓર્ડરમાં જનાવ્વમાં આવ્યું કે ખેડૂત મિત્રો હાજર રહેલ નથી તેવું સાબિત કરેલ છે.


ખેડૂતોએ વીજપોલ માટે મામલતદાર હળવદ દ્વારા સાંભળવામાં આવેલા ત્યારે મામલતદારને લેખિતમાં જણાવ્યું હતું કે, ટેલીગ્રાફ એક્ટની કલમ ૧૬ (૧) ની મંજુરી આપવા માટેનું પ્રોસીડીંગ જીલ્લા મેજીસ્ટ્રેટ જાતે ચલાવે નહિ કે નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જીલ્લા મેજીસ્ટ્રેટ ખુદ વીજપોલ પ્રસ્થાપિત કરતી કંપની પાસેથી રજુ થયેલ દરખાસ્તના તમામ દસ્તાવેજો આપવામાં આવે જેથી જમીનમાં કઈ જગ્યાએ લાઈન તથા વીજપોલ આવે છે તે સાચો ખ્યાલ આવે.
ઉપરોક્ત મુદે લેખિત રજૂઆત કરવા છતાં જીલ્લા મેજીસ્ટ્રેટ જગ્યાએ નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોસીડીંગ ચલાવવામાં આવેલ અને મામલતદાર પાસે લેખિતમાં રજૂઆત કરેલ તેવા કોઈપણ સમાધાનકારી વલણ અપનાવેલ નહિ


ખેડૂતોએ અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો ખેડૂતોએ  જણાવ્યું હતું કેઅમારી માગણી જો જિલ્લા કલેકટર ના સ્વીકારે તો અમે ખેડૂત સામુહિક આત્મવિલોપન કરવામાં આવશે. જરૂર પડે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરશુ તેમ પણ જણાવ્યું હતું. હળવદ  મામલતદાર એચ.કે.આચાર્યને ને આવેદનપત્ર પાઠવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS