મોરબીમાં ૨૦ જેટલી સિરામિક ફેકટરી સાથે ૧.૭૫ કરોડનું ચીટિંગ

  • June 25, 2021 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના અલગ અલગ ઉદ્યોગપતિ સાથે છેલ્લા ત્રણ વર્ષથી છેતરપીંડી કરનાર બે ઇસમોને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસ મથકમાં સિરામિક એકમો સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સિરામિક માલિકોને વિશ્વાસમાં લઈને એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરીને ટાઈલ્સ મંગાવી તેનું પેમેન્ટ ના આપી ચીટીંગ આચરવામાં આવતી હોય જે બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી નીલેશ પ્રવીણ સાવલીયા રહે રાજ રેસીડેન્સી કામરેજ રોડ સુરત મૂળ તા. સાવરકુંડલા અમરેલી અને જગદીશ શમ્ભુ જોગાણી રહે સૌરાષ્ટ્ર રેસીડેન્સી કામરેજ સુરત મૂળ રહે રાજુલા જી અમરેલી વાળાને ઝડપી લેવામાં આવેલ છે.જે ચીટીંગની સઘન તપાસ ચલાવતા આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ પેઢી બનાવી મોબાઈલ નંબરના ઉપયોગથી સીર્મૈકના માલિકો પાસેથી ટાઈલ્સ મંગાવી પૈસા ચુકવતા ના હોવાનું ખુલ્યું છે અલગ અલગ ૭ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ચીટીંગ કરવામાં આવી હતી મોરબીના અલગ અલગ સિરામિક માલિકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે ત્યારે કોર્ટના હુકમ અન્વયે સબ જેલ મોરબી ખાતેથી કબજો મેળવીને મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application