ટોળા એકત્રિત થતા ૨૪ કલાકમાં ૪૨ દુકાનો સીલ

  • April 24, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાની હોટેલો–પાન શોપ સહિત આજે ૧૯ અને ગઈકાલે ૨૩ દુકાનો સાત દિવસ સુધી સીલ કરાઈ: મહાપાલિકાની ટુકડીઓ ત્રાટકી: ત્રણેય ઝોનમાં રાઉન્ડ ધ કલોક ચેકિંગ

 રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે શહેરની તમામ મુખ્ય બજારોમાં ચેકિંગ કરી જયાં આગળ ટોળા એકત્રિત થતાં હોય તેવી તમામ દુકાનો અને ખાસ કરીને ચાની હોટલો અને પાનની દુકાનો સીલ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે ૧૯ અને ગઇકાલે ૨૩ દુકાનો સહિત કુલ ૪૨ દુકાનો સાત દિવસ સુધી સીલ કરી દેવાઇ હતી.

 

 


વધુમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્રારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા.૨૨ના રોજ ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સામાન વેચતા હતાં અને પોતે પણ માસ્ક નહોતું પહેયું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા–પાનની હોટેલો સહિત કુલ ૪૨ વ્યવસાયિક એકમો સાત (૭) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્રારા કરવામાં આવી હતી.

 

 


જેમાં આજે (૧) સત્યમ ટેઈલર્સ આશ્રમ રોડ (૨) મહાપાલિકાની વેસ્ટઝોન કચેરી સામે પટેલ પાન (૩) જાગનાથ પ્લોટમાં ચંદન ઈલેકટ્રીક (૪) આશ્રમ રોડ પર એસપી પટેલ ઈલેકટ્રીક (૫) યુનિ. રોડ પર મોમાઈ હોટલ (૬) ગોવિંદબાગ રોડ પર ફેશન અડ્ડા (૭) યુનિ. રોડ પર મુરલીધર ડિલકસ પાન (૮) સદર બજારમાં ફખરી ટ્રેડિંગ (૯) ગોવિંદબાગ મેઈન રોડ પર સ્વસ્તિક સ્ટેશનરી એન્ડ જેરોક્ષ તેમજ (૧૦) ચામુંડા કટપીસ સ્ટોર્સ (૧૧) મયુર ભજીયા હાઉસ યુનિ. રોડ (૧૨) સાંઈનાથ ટેલિકોમ, પંચનાથ મંદિર રોડ (૧૩) માહિન ભજીયા યુનિ. રોડ (૧૪) અલોન સિલેકશન સંતકબીર રોડ (૧૫) ક્રિષ્ના સ્ટેશનરી સાધુવાસવાણી રોડ (૧૬) મોહન ટ્રેડર્સ ગોડાઉન રોડ (૧૭) ભવાની ઈલેકટ્રીક ગોડાઉન રોડ (૧૮) લોટસ ટ્રેડિંગ વિજય પ્લોટ અને (૧૯) એચડી હેર સલુન સંતકબીર રોડ સહિતના દુકાનો ૭ દિવસ સુધી સીલ કરવામાં આવી છે. જયારે ગઈકાલે (૧) રજવાડી પાન, રેસકોર્ષ રીંગ રોડ, (૨) આનદં સાગર, ડો.રાધે ક્રિષ્ના રોડ (૩) આકાર સેનીટરી વેર્સ, કેનાલ રોડ, (૪) સાંઇ કૃપા સેનેટરીઝ, કેનાલ રોડ (૫) કપડા હાઉસ, કેનાલ રોડ (૬) કિસ્મત હોટલ, રૈયા સર્કલ પાસે, (૭) મહેતા ઇલેકટિ્રક એરકંડીશન, કેનાલ રોડ (૮) દેવજીવન હોટલ, રામાપીર ચોકડી, (૯) અમુલ આઇસ્ક્રીમ સ્ટોર, માંડા ડુંગર (૧૦) અરીહતં જનરલ સ્ટોર, માંડા ડુંગર (૧૧) ચામુંડા ડિલકસ, હનુમાન મઢી, (૧૨) જય ઠાકરધણી ટી સ્ટોર, પેડક રોડ, (૧૩) રોયલ સ્ટોર, સાંગણવા ચોક, (૧૪) જિન્સ કલબ, કોઠારીયા રોડ, (૧૫) ક્રિષ્ના પાન કોલ્ડ, ૧૫૦ ફુટ રિંગ રોડ, (૧૬) પટેલ પાન કોલ્ડ, ૧૫૦ ફુટ રિંગ રોડ, (૧૭) રીના ફટવેર, કોઠારીયા નાકા પાસે, (૧૮) ટી સ્ટોલ, પેડક રોડ, (૧૯) ડીલકસ ચોક, (૨૦) કનૈયા ટી સ્ટોલ, જંકશન મેઇન રોડ (૨૧) નવરગં હેર આર્ટ, સાધુ વાસવાણી રોડ, (રર) શિવ શકિત પાન ટી સ્ટોલ, પેડક રોડ, (૨૩) મોમાઇ પાન ટી સ્ટોલ, સાધુવાસવાણી રોડનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS