હૈદરાબાદ સામે ચેન્નઇ વિજય માટે ફેવરિટ રહેશે

  • April 28, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રથમ મુકાબલો ગુમાવ્યા બાદ એકસૂત્રે બંધાઇને શાનદાર પ્રદર્શન કરનાર ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ અહીં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીએલના મુકાબલા માટે મેદાનમાં ઉતરશે ત્યારે ધોનીની ટીમ વિજય માટે હોટફેવરિટ રહેશે. ચેન્નઇએ સતત ચાર મુકાબલા જીત્યા છે અને હવે તે નવા સેન્ટર ફિરોઝશાહ કોટલા મેદાનમાં પણ પોતાના વિજયી અભિયાનને આગળ વધારવા આતુર રહેશે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઇ માટે 2020ની સિઝન ખરાબ રહી હતી પરંતુ આ વખતે તેનો સિનિયર ખેલાડી સુરેશ રૈના ટીમ સાથે ફરીથી જોડાઇ ગયો હોવાથી બેટિંગ વધારે મજબૂત બની છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ચેન્નઇના વિજયમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યો છે. રવિવારે બેંગ્લોર સામે તેણે છેલ્લી ઓવરમાં 37 રન ફટકાયર્િ બાદ ત્રણ વિકેટ પણ હાંસલ કરી હતી.

 

 

ઓપ્નર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ પણ ફોર્મમાં છે. સુરેશ રૈના અને અંબાતી રાયડૂ માટે મોટી ઇનિંગનો સમય પાકી ગયો છે. ચેન્નઇના બેટ્સમેનો લેગ સ્પ્નિર રાશિદ ખાનના પડકારને સારી રીતે જાણે છે પરંતુ હૈદરાબાદના બાકીના બોલર્સ ફોર્મમાં નહીં હોવાની બાબત તેનું નબળું પાસું બની ગયું છે. હૈદરાબાદની ટીમ તેના વિદેશી ખેલાડીઓ ડેવિડ વોર્નર, ઓપ્નર જોની બેરિસ્ટો, ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન  તથા રાશિદ ખાન ઉપર વધારે મદાર રાખે છે. હૈદરાબાદની ટીમમાં રહેલા ભારતીય ખેલાડીઓની નિષ્ફળતા ચિંતાનો વિષય છે.

 

 

મધ્યમ હરોળના ભારતીય બેટ્સમેનોની આ નિષ્ફળતાનો મેનેજમેન્ટે જલદીથી ઉકેલ લાવવો પડશે. હૈદરાબાદના બેટ્સમેનોને દીપક ચહર સામે સંભાળીને રમવું પડશે કારણ કે આ બોલર નવા બોલથી પ્રારંભિક ઓવર્સમાં જ વિકેટો ઝડપવાની ક્ષમતા ધરાવે છે. ચહર ઉપરાંત જાડેજા, લેગ સ્પ્નિર ઇમરાન તાહિર તથા સેમ કરન પણ શાનદાર ફોર્મમાં છે અને તેઓ ચુસ્ત સ્પેલ નાખીને બેટ્સમેનોને સતત દબાણમાં રાખે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS