કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશમાં 577 બાળકો અનાથ બન્યા’

  • May 26, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનાથ થયેલા બાળકોની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે: બાળ કલ્યાણ સમિતિઓ આ તમામ બાળકો સુરક્ષિત રહે તે સુનિશ્ર્ચિત કરશે

 કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પાસે રહેલી માહિતી પ્રમાણે, દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરના કારણે એપ્રિલથી અત્યારસુધીમાં રાજ્યોમાં 577 જેટલા બાળકો અનાથ બન્યા છે. આ તમામ બાળકો હાલ તેમના પરિવારના બાકીના સભ્યોની સાથે છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેમની સુરક્ષા માટે સરકાર દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

 


ડબલ્યુસીડી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો રાજ્યો દ્વારા આપવામાં આવેલા 577 આંકડા પર નજર કરીએ તો, તે અતિશયોક્તિપૂર્ણ આંકડાની નજીક પણ નથી, કેટલાકે દાવો કર્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીએ મંત્રાલયને માત્ર આવા એક જ કેસની જાણ કરી છે.

 


એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, રાજ્યો દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ આ બાળકોને તરછોડી દેવામાં આવ્યા નથી અને તેઓ જિલ્લા અધિકારીની દેખરેખ હેઠળ છે. બાળ કલ્યાણ સમિતિઓ આ તમામ બાળકોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે દેખરેખ રાખશે.

 


ડબલ્યુસીડી મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, ’ભારતીય સરકાર કોવિડ-19ના કારણે માતા-પિતા તેમ બંને ગુમાવનારા બાળકની મદદ કરવા અને તેમની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 1 એપ્રિલથી આજના બપોરના 2 વાગ્યા સુધીમાં, દેશની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 577 બાળકોનો આંકડો આપ્યો છે, જેમના માતા-પિતા કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હતા’. તેમણે ઉમેર્યું હતું કે, તેમનું મંત્રાલય રાજ્યો સાથે સતત સંપર્કમાં છે અને એઙ્ગસીઙ્કીસીઆર, ચાઈલ્ડલાઈન 1098 અને અન્ય એજન્સીઓની સાથે તમામ રાજ્યોના સહયોગથી મહામારી ફાટી નીકળ્યા બાદ સાપ્તાહિક રિપોર્ટ લઈ રહ્યું છે.

 


આ દરમિયાન અધિકારીઓ પાસેથી તેવું પણ જાણવા મળ્યું છે કે, સરકારે આ બાળકોના કલ્યાણ માટે ડબલ્યુસીડી મંત્રાલયની ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ હેઠળ જિલ્લા દીઠ 10 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.

 


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાળકોને દત્તક લેવાના મેસેજ પર પણ મંત્રાલયે પણ ધ્યાન આપ્યું હતું અને તે મેસેજ ફેક હોવાનું જણાવ્યું હતું. જો કે,  ડબલ્યુસીડી મંત્રાલય, ગૃહ મંત્રાલય અને તમામ સંબંધિત અધિકારીઓએ દત્તક લેવાના નામ પર અનાથ બાળકોના ટ્રાફિકિંગ કેસો પર ધ્યાન આપવા માટે હાઈ એલર્ટ આપ્યું છે.

 


કોવિડ-19ના કારણે જેમણે માતા-પિતા ગુમાવ્યા છે તેવા બાળકોના પુનર્વસન માટેની કાર્યવાહી વિશે લોકોને માહિતી આપતા જાહેરનામાની શરૂઆતમાં, ડબલ્યુસીડી મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, લોકોને તેવા કામમાં સામેલ કરવા અથવા પ્રોત્સાહિત કરવાથી બચવું જોઈએ જે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોય. મંત્રાલયે તેમ પણ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ અનાથ બાળકને દત્તક લેવા ઈચ્છતું હોય તો તે ’કાયદાકીય રીતે દત્તક’ માટે સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS