શાસ્ત્રી મેદાનમાં ચિલ્ડ્રન પાર્ક, ગાર્ડન અને વોકિંગ ઝોન બનાવાશે

  • June 30, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની બરાબર મધ્યમાં આવેલા અને શહેરીજનો જેની સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા છે તેવા શાસ્ત્રી મેદાનની કાયાપલટ કરવામાં આવશે અને આગામી દિવસોમાં ત્યાં ચિલ્ડ્રન પાર્ક વોકિંગ ઝોન,ગાર્ડન સહિતના આકર્ષણો ઊભા કરવામાં આવશે. આ અંગેની એક વિધિવત દરખાસ્ત રાજકોટ જિલ્લા કલેકટર તત્રં તરફથી રાય સરકારમાં મોકલી દેવામાં આવી છે. ગયા સાહે ગાંધીનગર ખાતે મળેલી કલેકટર કોન્ફરન્સમાં આ પ્રોજેકટને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં વિધિવત મંજૂરી પણ આવી જશે એવું માનવામાં આવે છે.

 

 

શાક્રી મેદાનમાં અત્યારે આવારા તત્વો પડા પાથર્યા રહે છે. ખાનગી ટ્રાવેલ્સની બસો માટે આ પાકિગ મેદાન બની ગયું છે અને તેનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કરોડોની કિંમતનું મેદાન લોકો માટે નકામું બની ગયું હતું હવે સરકારનું ધ્યાન એના તરફ ગયું છે અને આ સ્થળે ચિલ્ડ્રન પાર્ક વોકિંગ ઝોન અને આધુનિક બગીચા બનાવવામાં આવશે. થોડું ખુલ્લું મેદાન રાખવામાં આવશે અને તેનો અલગ અલગ હેતુ માટે ઉપયોગ સમયાંતરે કરવામાં આવશે.

 


આ એ શાક્રી મેદાન છે કે યાં ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી અટલ બિહારી બાજપેઈ સહિત અનેક રાજપુષોએ જાહેર સભાઓ સંબોધી છે. આ મેદાન અનેક આંદોલનનું અનેક ક્રાંતિઓ નું સાક્ષી રહ્યું છે હવે તેની બદતર હાલતમાં સુધારો થશે તેવી આશા લોકોમાં જન્મી છે. કામચલાઉ ધોરણે અહીં બસ સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યું હતું તેનો પણ હવે સંકેલો થઈ ગયો છે અને ગ્રાઉન્ડ ચોખ્ખું થઈ ગયું છે ભૂતકાળમાં અહીં લોકમેળા પણ યોજાતા હતા પરંતુ શહેરની વસતિ અને વિસ્તાર માં વધારો થતાં આ ગ્રાઉન્ડ હવે ટૂંકૂ પડે છે.

 


આગામી પ્રોજેકટને ધ્યાનમાં રાખી આ ગ્રાઉન્ડમાં પડયા પાથર્યા રહેતા લોકોને દૂર કરાયા છે અને શાક્રી મેદાન ફરતી કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ ચાલુ કરી દેવાયું છે નિવૃત માજી સૈનિકોને સિકયુરિટી ની જવાબદારી સોંપીને રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application