ચીને આપ્યો વધુ એકવાર દગો : ભારત માટેની કાર્ગો ફ્લાઈટ અટકાવી

  • April 27, 2021 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વિમાનો દ્વારા ભારતને અતિજરૂરી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને અન્ય મેડિકલ સાધનો પુરા પાડવામાં આવી રહ્યા હતા. હવે

 ચીને કોરોના સંકટની સામે ઝઝુમી રહેલા ભારતને મદદ કરવાની ઑફર આપીને એકવાર ફરી દગો આપ્યો છે. ચીનની સરકારી વિમાન કંપ્ની સિચુઆન એરલાઇન્સે ભારત માટે પોતાની તમામ કાર્ગો ફ્લાઇટ્સને આગામી 15 દિવસ માટે રોકી દીધી છે. આ વિમાનો દ્વારા ભારતને અતિજરૂરી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને અન્ય મેડિકલ સાધનો પુરા પાડવામાં આવી રહ્યા હતા. હવે ચીનના વેપારીઓ દ્વારા ભારતને મેડિકલ ઇક્યુપમેન્ટ્સ મળવામાં મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.

 


એ પણ સમાચાર આવી રહ્યા છે કે ચીની મેન્યુફેક્ચર્સે ઑક્સિજન સંબંધી ઇક્યુપમેન્ટ્સની કિંમતોને 35થી 40 ટકા વધારી દીધી છે. એટલું જ નહીં, ચીનથી ભારતને સામાન પહોંચાડવામાં લાગતી ફીસમાં પણ 29 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. શાંઘાઈમાં માલ મોકલનારી કંપ્ની સાઇનો ગ્લોબલ લોજિસ્ટિકના સિદ્ધાર્થ સિન્હાએ જણાવ્યું કે, સિચુઆન એરલાઇન્સના નિર્ણયથી બને દેશોના વેપારીઓ દ્વારા ઝડપથી ઑક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવા અને ભારતને મોકલવામાં સમસ્યા ઉભી થશે.

 


સિચુઆન એરલાઇન્સનો ભાગ સિચુઆન ચુઆનહાંગ લોજિસ્ટિક કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ એજન્ટના જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવિએશન કંપ્ની શિયાન-દિલ્હી સહિત 6 માર્ગો પર પોતાની કાર્ગો સેવા સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય સરહદની બંને તરફના વેપારીઓ દ્વારા ચીનથી ઑક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવાના ભારે પ્રયત્નો વચ્ચે આવ્યો છે. ચીનની આ એવિએશન કંપ્ની આગામી 15 દિવસમાં નિર્ણયની સમીક્ષા કરશે.

 


આ પત્રમાં કંપ્નીએ કહ્યું કે, મહામારીની સ્થિતિમાં અચાનક થયેલા બદલાવના કારણે આયાતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. આ કારણે આગામી 15 દિવસ માટે ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય માર્ગ હંમેશાથી જ સિચુઆન એરલાઇન્સનો મુખ્ય રણનીતિક માર્ગ રહ્યો છે. ઑપરેશન રોકાવાથી અમારી કંપ્નીને ભારે નુકસાન થશે. અમે આ પરિસ્થિતિ માટે માફી માંગીએ છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021