મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભુજ અને ગાંધીધામમાં આજથી રાત્રે 8 થી 6 કરફ્યુ

  • April 07, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, જામનગર, ભાવનગર અને જુનાગઢ જેવા શહેરો ઉપરાંત
રાજકીય-સામાજિક મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ: લગ્ન સમારંભોમાં પણ હવેથી 100 લોકોને જ મંજુરીરાજ્યમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને પગલે ગુજરાત હાઈકોર્ટે, ગુજરાત સરકારને સલાહ સાથે માર્ગદર્શન આપ્યું હતું. જેને પગલે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતથી સાંજે ગાંધીનગર પરત ફયર્િ બાદ તેમના અધ્યક્ષ સ્થાને કોર કમીટીની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધાં છે. જે મુજબ, હવે, રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર અને ભાવનગર જેવા આઠેય મહાનગરપાલિકા વિસ્તાર તથા આ ઉપરાંતના અન્ય આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગાંધીધામ, ગોધરા, દાહોદ, ભૂજ, ભરુચ, સુરેન્દ્રનગર, અમરેલી જેવા 12 શહેરો સહિત કુલ 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરી છે. એવી જ રીતે લગ્ન સમારંભોમાં પણ હવેથી 100 લોકોને માન્ય ગણ્યા છે. રાજકીય-સામાજિક મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. સરકારી કચેરીઓમાં પણ શનિ અને રવિ એમ બે દિવસ માટે રજા જાહેર કરી છે. ઓક્સિજન ઉત્પાદનોને તેમનું 70 ટકા ઓક્સિજનનો પુરવઠો આરોગ્ય હેતુ માટે આપવાનો આદેશ અપાયો છે.

 


સુરતથી પરત ફરીને મુખ્યમંત્રીએ દિલ્હી સ્થિતિ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, વડાપ્રધાનના અગ્ર સચિવ, આરોગ્ય મંત્રાલયના સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત ચચર્િ કરીને ગુજરાતની કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તે મુજબ ભારત સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાત લેશે. તેમના રિપોર્ટના આધારે ભારત સરકાર, આગામી દિવસો માટે ગુજરાતને વધુ માર્ગદર્શન આપશે.

 


કોર કમીટીની બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે વિગતવાર ચચર્િ કરાયા ઉપરાંત ભારત સરકારના માર્ગદર્શનના આધારે તેમણે કેટલાક મહત્વના નિર્ણયો લીધાં છે. એમાં એવું નક્કી કરાયું છે કે, (1) ટેસ્ટીંગ વધારાશે (2) ટ્રેસીંગ વધારાશે એટલે કે, કોરાનાગ્રસ્તના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને પણ શોધીને તેમનું પણ ટેસ્ટીંગ કરાશે (3) ક્ધટેઈનમેન્ટ એન્ટ માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોનમાં સરકારની સૂચનાઓને કડકમાં કડક રીતે અમલ કરાશે. (4) રેમડેસિવિર ઈન્જેકશનનો પણ 3 લાખ ઈન્જેકશનનો ઓર્ડર અપાયો છે. જેનો પુરવઠો ઉપલબ્ધ થતાંની સાથે જ તે હોસ્પિટલો અને દરેક જિલ્લાના મુખ્ય મથકોમાં પોહંચાડી દેવાશે.(5) ઓક્સિજન ઉત્પાદકોને પણ કહેવાયું છે કે, તેમના દ્વારા થતાં ઓક્સિજનના ઉત્પાદનના 70 ટકાનો પુરવઠો આરોગ્ય વિભાગ હસ્તક સુપરત કરવો પડશે. તેઓ માત્ર 30 ટકા પુરવઠાનો જ અન્ય કામો માટે ઉપયોગ કરી શકશે (6) નાના નર્સિંગ હોમને પણ કોરોનાની સારવારની છૂટ અપાઈ છે. કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્ટેલો કે કોમ્યુનીટિ સેન્ટરોમાં પણ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને સારવાર આપી શકાશે. (7) સરકારી હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને જ આઈસીયુ બેડ. વેન્ટીલેટર બેડ કે ઓક્સિજન બેડ ધરાવતી હોસ્પિટલોમાં સારવાર અપાશે.

 


આ તબક્કે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે, કોરોના સંક્રમણ બાબતે ચિંતા વ્યક્ત કરીને ગુજરાત સરકારને સલાહ આપી હતી, માર્ગદર્શન પણ આપ્યું હતું. તેના સંદર્ભમાં રાજ્ય સરકારે કોર કમીટીની બેઠકમાં ચચર્િ કરી હતી અને અંતે કેટલાક અન્ય નિર્ણયો લીધા હતા. જે મુજબ (1) અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના 8 મહાનગરો ઉપરાંત અન્ય 12 શહેરો મળીને કુલ 20 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. એવી જ રીતે (2) અત્યાર સુધી લગ્ન સમારંભોમાં 200 લોકોને સામેલ થવાની પરવાનગી અપાતી હતી. તેના બદલે હવે,100 લોકોને જ સામેલ થવાની પરવાનગી અપાશે. (3) રાજકીય અને સામાજિક સમારોહ જેવા મેળાવડામાં પણ પ્રતિબંધ મૂકાયો છે. એમાં 50થી વધુ લોકોને સામેલ થવા નહીં દેવાય. (4) રાજ્ય સરકારની કચેરીઓ અત્યાર સુધી મહિનામાં બે વાર શનિવાર અને રવિવારે બંધ રહેતી હતી પરંતુ હવે તેના બદલે, આખા મહિનાના ચારેય શનિવાર-રવિવારે સરકારી કચેરીઓને સંપૂર્ણ રજા રાખવાનો આદેશ અપાયો છે. (5) એપીએમસીને પણ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ અપાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS