તાઉતે અપડેટ : વાવાઝોડાથી થયેલા નુકસાન અને બચાવ કાર્ય માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક શરુ

  • May 18, 2021 10:33 AM 

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ, રાહત કાર્ય અને નુકશાન તેમજ બચાવ કામગીરીની સમિક્ષા માટે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે તે વિસાતાર માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની બેઠક શરૂ થઈ છે.

 

બેઠકમાં રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં  વાવાઝોડાની અને વરસાદ ની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદ ની પરિસ્થિતિ ની પળેપળ ની  માહિતી મેળવવા અને જિલ્લા તંત્રો નું માર્ગદર્શન કરવા  ગઈકાલે   મધ્યરાત્રિ સુધી 4 કલાક  કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી  સાયકલોન મેનેજમેન્ટ ની આગવી સંવેદના દર્શાવી હતી. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગઈ  રાત્રિ ની વાવાઝોડા ને વરસાદ ની સ્થિતિ ,નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરે ને થયેલી અસર ની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓ માં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

 

આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર  સચિવ કે કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના  અધિક મુખ્ય  સચિવ  એમ કે દાસ ,આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ,  મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ,પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વીવેદી,માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, રાહત કમિશનર હર્ષદ પટેલ  સહિત  વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS