6 મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાવાનો હરખ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ, ટ્વીટ કરી જનતાનો માન્યો આભાર

  • February 23, 2021 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અંગે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા  પ્રતિક્રિયા આપી સૌ કાર્યકર્તા જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, " સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં.
 

વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદ અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે." 
 

મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ટ્વીટ કરી લખ્યું હતું કે, " સ્થાનિક સ્વરાજની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો તે બદલ વિજયી થનાર સર્વ ઉમેદવારશ્રીઓ, ભાજપના સર્વ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને ગુજરાતના સર્વ મતદાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન..."  
 

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરનાં નેતૃત્વ હેઠળ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનાં માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી સરકારની કુશળ કામગીરીને કારણે ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બદલ સર્વ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ મૂકેલા વિશ્વાસ બદલ સર્વને નતમસ્તક છું. આપનાં વિશ્વાસનું ભારતીય જનતા પાર્ટી જતન કરશે એની હું ખાતરી આપું છું.  ગ્રામ્ય વિસ્તારો-નગરો-મહાનગરો અને સમગ્ર ગુજરાતનાં વિકાસ માટે સૌ કાર્યકર્તાશ્રીઓ સખત પરિશ્રમ કરતા હતા, કરે છે અને કરતા રહેશે. ભારતીય જનતા પાર્ટી પર આપ સૌએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે, વિકાસનાં પથ પર સમગ્ર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એ આપ સૌનાં વિશ્વાસ, સાથ અને સહકાર થકી જ શક્ય બન્યું છે.  6 મહાનગરોનાં મતદારશ્રીઓનો ફરીએક વાર આભાર વ્યક્ત કરું છું અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવું છું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS