કોરોનાગ્રસ્ત હોમટાઉન રાજકોટ અને મોરબીની મુલાકાતે મુખ્યમંત્રી

  • April 09, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગંભીર સ્થિતિની સમીક્ષારાજકોટ-મોરબીમાં કોરોના બેકાબુ બનતા હડકંપ મચી ગયો છે કોરોનાને કંટ્રોલ કરવા અને પરીસ્થિતિનો તાગ મેળવવા આજે મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના લોકો આવ્યા છે અને સમિક્ષા કરી રહ્યા છે.

 


મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સવારે એરકાફ્રટમાં રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલીકોપ્ટરમાં મોરબી જવા રવાના થયા હતા. મોરબીમાં વહીવટીતંત્ર સાથે  વિચારણા બાદ તેઓ બપોરે નિકળી રાજકોટ આવ્યા હતા અને રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી.

 


મોરબીમાં સૌથી વિકટ પરીસ્થિતિ છે કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલમાં જગ્યા નથી એટલુ જ નહી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘરે ઘરે કોરોનાના કેસ છે અને સ્થિતિ વધુ વણસે નહી તેમાટે આવતિકાલે મુખ્યમંત્રી સહિતની ટીમ રૂબરૂ માહિતી મેળવી હતી.

 


રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડીયામાં કોરોનાના 3000 કેસ મળી આવ્યા છે શહેરમાં રોજ કેસનો આંક 400ને પાર થઈ ગયો છે આવી સ્થિતિમાં દર્દીઓને સારવાર પણ મળતી ન હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે બીજી તરફ શહેરમાં મોતનો આંક પણ વધી રહ્યો છે આ સંજોગોમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઘડવામાં આવેલ એકશન પ્લાન અને કોરોનાને ક્ધટ્રોલ કરવા માટે શુ-શુ કરવું જોઈએ તેની કલેકટર, મ્યુનિ.કમિશ્નર, પોલીસ કમિશ્નર, આરોગ્ય અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS