મારવાડી કેમ્પસ સહિત જિલ્લાના 28 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા કલેકટર

  • March 11, 2021 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

14 દિવસ સુધી અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુંરાજકોટ શહેરની ભાગોળે મોરબી રોડ પર ગૌરીદડમાં આવેલ મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત માલુમ પડતા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મારવાડી કેમ્પસ સહિત રાજકોટ જિલ્લાના અલગ-અલગ 28 વિસ્તારો માઈક્રો  કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે અને આવા વિસ્તારોમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાથી 14 દિવસ સુધી અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 


આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં જામકંડોરણા ગોંડલ ઉપલેટા કોટડા સાંગાણી લોધીકા જેતપુર ધોરાજી અને પડધરી તાલુકાના 28 વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે કુલ 117 લોકોને કલેકટરના હુકમની અસર થશે અને 14 દિવસ સુધી ઘરની બહાર નીકળી નહીં શકે સાથોસાથ બહારની કોઈ વ્યક્તિ તેમના ઘરની મુલાકાત લઇ શકશે નહીં.

 


જિલ્લા કલેકટર રેમ્યા મોહને પોતાના જાહેરનામામાં જણાવ્યું છે કે હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે અને રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર અધિકારીઓ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS