રાજ્યના 77 IAS અધિકારીઓની બદલી, રાજકોટના કલેક્ટર અને મ્યુ, કમિ. બદલાયા, વાંચો કોણ ક્યાં મુકાયું

  • June 19, 2021 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં આજે 77 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે સરકાર દ્વારા તમામના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર રાજકોટ શહેરના જિલ્લા કલેક્ટર અને મ્યૂનિસિપલ કમિશ્રરની પણ બદલી થઈ છે. 

 

રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટર તરીકે બદલી થઈ છે જ્યારે મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની બદલી મહેસાણાના કલેકટર તરીકે થઈ છે. 

 

જ્યારે પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે અને રાજકોટના નવા કલેકટર રાજકોટ મ્યૂ કોર્પોરેશનના પૂર્વ ડીએમસી અરુણ મહેશ બાબુ બન્યા છે. 


 

રાજ્યના 77 IAS અધિકારીઓની બદલી
 

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની બદલી ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટર તરીકે

 

રાજકોટ મ્યૂનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની બદલી મહેસાણાના કલેક્ટર તરીકે 

 

દ્વારકાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીણાની બદલી અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે

 

રાજકોટના ડે. કમિ. બી. જી. પ્રજાપતિની બદલી આણંદના ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ ઓફિસર તરીકે

 

ગીર સોમનાથના કલેક્ટર અજય પ્રકાશની બદલી ચીફ પર્સનલ ઓફિસર તરીકે ગાંધીનગર ખાતે બદલી

 

જૂનાગઢના કલેક્ટર સૌરભ પારધીની બદલી જામનગરના કલેક્ટર તરીકે કરાઈ

 

દ્વારકાના કલેક્ટર તરીકે મુકાયા એમ. એ. પંડ્યા 


આર.બી.બારડને વડોદરા કલેક્ટર બનાવાયા 


જામનગર મનપા કમિશનર તરીકે વિજયકુમાર ખરાડીની નિમણૂક


 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS