મિલકત વેરામાં વળતર યોજનાનો તા.6 એપ્રિલથી પ્રારંભ

  • April 02, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજનાનો આગામી તા.6 એપ્રિલથી પ્રારંભ થશે તેવી સત્તાવાર જાહેરાત આજરોજ મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.

 


વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી શ થયેલા નવા નાણાકીય વર્ષ 2021-22માં જે મિલકત ધારકો તા.31 મે સુધીમાં એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરશે તેમને 10 ટકા વળતર અને જો મિલકત ધારક મહિલા હશે તો તેમને વધારાના પાંચ ટકા સહિત કુલ 15 ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરનારને વિશેષ એક ટકો વળતર અપાશે.

 


જ્યારે તા.1લી જૂનથી 30 જૂન સુધીના સમયગાળામાં એડવાન્સ વેરો ભરપાઈ કરનારને પાંચ ટકા અને મિલકત ધારક મહિલા હોય તો 10 ટકા વળતર આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રતિ વર્ષ હજારોની સંખ્યામાં કરદાતાઓ એડવાન્સ વેરો ચૂકવીને વળતર યોજનાનો લાભ લે છે ત્યારે આ વર્ષે પણ બહોળી સંખ્યામાં કરદાતાઓ લાભ લેશે તેવી આશા સાથે વહેલાસર વેરો ચૂકતે કરવા મિલકત ધારકોને અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફિસો, તમામ સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની ઓફિસો તેમજ આઈસીઆઈસીઆઈ બેન્કની તમામ શાખાઓ ખાતે મિલકત વેરો ચૂકતે કરી શકશે.

 

1,35,696 મિલકતધારકોએ ઓનલાઈન વેરો ભર્યો: 73.01 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકામાં ગત નાણાકીય વર્ષ 2020-21 અંતર્ગત 1,35,696 મિલકત ધારકોએ ઓનલાઈન વેરો ચૂકતે કરીને વિશેષ એક ટકો વળતર મેળવવાનો લાભ લીધો હતો. ઓનલાઈન પેમેન્ટથી મહાપાલિકાને ા.73.01 કરોડની નોંધપાત્ર વેરા આવક થઈ હતી. હાલમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈને લોકો ઘર બહાર નીકળવાનું ટાળતા હોય તેમજ કચેરીમાં આવીને કતારોમાં ઉભા રહીને વેરો ભરવા કરતાં ઘરે બેઠા કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનના માધ્યમથી ઓનલાઈન વેરો ભરવાનું નાગરિકો વધુ પસંદ કરી રહ્યા છે. પ્રતિવર્ષ ઓનલાઈન વેરો ભરવાની સંખ્યામાં જબરો વધારો થઈ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS