દેશમાં કોરોના કાળમાં 10000 કંપનીઓને તાળાં લાગ્યા, લાખો થયા બેરોજગાર

  • March 09, 2021 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ફેલાઈ ગયેલા કોરોનાવાયરસ મહામારી ના પાપે કોરોના કાળ દરમિયાન દેશમાં 10 હજારથી વધુ કંપ્નીઓને તાળા લાગી ગયા હતા અને તેમને કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી અને તેને પગલે લાખો લોકો બેરોજગાર બન્યા છે.

 


કેન્દ્રના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ માહિતી બહાર આવી છે અને કોરોના કાળ દરમિયાન દેશમાં નાની મોટી કંપનીઓ અને ફેક્ટરીઓની થયેલી અવદશા નો સમગ્ર ચિતાર તેમાં રજૂ કરવામાં આવ્યો છે.

 


અહેવાલમાં જણાવ્યા મુજબ એપ્રિલ 2020 થી લઈને ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસ સુધી માં દેશમાં કુલ દસ હજારથી પણ વધુ નાની મોટી કંપ્નીઓએ સ્વેચ્છાએ તાળા મારી દીધા છે અને કામકાજ સદંતર બંધ કરી દેવાની ફરજ પડી છે. આટલા મોટા પ્રમાણમાં કંપ્નીઓ બંધ પડી જતા લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને એ લોકો ભયંકર આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે.

 


કોરોના મહામારી ને પગલે દેશમાં લોકડાઉન લાદી દેવાની ફરજ પડી હતી અને તેને પગલે આર્થિક ગતિવિધિઓ સદંતર રીતે મંદ પડી ગઈ હતી અને ઉત્પાદનની પ્રક્રિયા થંભી ગઈ હતી. અલગ-અલગ સેક્ટરોમાં નાની મોટી કંપ્નીઓમાં કામકાજ બંધ પડી ગયા હતા અને પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આંકડાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે જે કંપ્નીઓ વ્યવસાયથી બહાર થઇ ગઇ હોય તેની નોંધ કે રેકોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવતો નથી. આ પ્રકારની કંપનીઓ 10 હજારથી પણ વધુ નીકળે છે.

 


મહારાષ્ટ્રમાં સૌથી વધુ અને દિલ્હીમાં પણ તેનાથી વધુ કંપ્નીઓ બંધ પડી હતી જ્યારે ગુજરાતમાં 17 કંપ્નીઓ બંધ થઇ ગઇ હતી. ઉત્તર પ્રદેશમાં પણ બે હજારથી વધુ કંપ્નીઓને તાળા લગાવવા ની ફરજ પડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS