કોરોનાના કપરા કાળમાં આ કંપનીએ કર્મચારીઓને આપશે વધારાનો રોકડ પુરસ્કાર 

  • October 28, 2020 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે દેશની ઘણી બધી કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે, અથવા તો કેટલીક કંપનીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. જ્યારે દેશની એક કંપની એવી છે કે જેના માટે તેમના કર્મચારી જ તેમની મિલકત સમાન છે. 


આ કંપની એટલે આદિત્ય બિરલા ગ્રૂપની હિન્દલકો. આ કંપનીએ કોરોનાની મહામારીની વચ્ચે લોકડાઉનના સમયમાં કામ કરનાર પોતાના કાયમીથી માંડીને છૂટક શ્રમિકો અને સુપરવાઇઝરને ઈનામરૂપે રોકડ આપવાની જાહેરાત કરી છે.


દેશના ઇતિહાસમાં એવા ઘણા બધા પ્રસંગો બન્યા કે જ્યારે દેશને આર્થિક વિષમતા સામે ઝઝૂમવું પડયું હોય તે પછી ભલે ૨૦૦૮માં આવેલી વૈશ્વિક મંદી હોય અથવા તો કોઈ પણ મહામારીના લીધે દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ હોય એવા સમયે કંપની હંમેશાં પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે.


હિન્દલકો કંપનીના કર્મચારીઓના ચહેરા પર ખુશી વ્યાપી ગઇ જ્યારે તેઓને પરિપત્ર દ્વારા કંપનીના એચ.આર સતીશ આનંદજી દ્વારા કોરોનાની મહામારી સંદર્ભે જન હિતમાં કામ કરનાર તમામ કર્મચારીઓને પ્રોત્સાહન રોકડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.


આ રકમ લોકડાઉન દરમિયાન પ્લાન્ટને નિર્વિઘ્ને ચલાવવા માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે આગામી સેલેરીની સાથે આપવામાં આવશે. મેનેજમેન્ટના આ નિર્ણય પર તમામ કર્મચારીઓ અને યુનિયનના પદાધિકારીઓએ લાગણી વ્યક્ત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application