મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ચિંતા વધી: કોરોનાના 1640 કેસ

  • March 23, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાના કેસનો અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા. આ સાથે જ સાજા થનારની વાત કરવામાં આવે તો 1110 દર્દીઓ સાજા થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,76,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે, આ સાથે જ રાજ્યમાં 4454 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે.

 


ઉલ્લેખનીય છે કે, 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે કોરોના પોતાની ઊંચાઈ પર હતો અને જ્યારે ગુજરાતમાં સૌથી વધુ કેસ 27 નવેમ્બર 2020ના રોજ 1607 નોંધાયા હતા. ગુજરાતના સહકારી કેસોના વિશ્લેષણમાં જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસમાં 82 ટકાનો વધારો નોંધાયો છે જે દિવાળી બાદના સમયગાળા કરતાં વધારે છે રાજ્યના 30% જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં કોરોના કેસનો આંકડો બમણો થયો છે જ્યારે આણંદમાં -9.8 અને ગીર-સોમનાથ મા -17.9 એટલે કે આ બે જિલ્લાઓ નેગેટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સુરતમાં કેસોમાં 116 ટકાનો અને અમદાવાદમાં 112 ટકાનો વધારો નોંધાયો છે. કોરોના કેસનો આંકડો 1640 કેસ નોંધાતા ચિંતાનો માહોલ વધી ગયો છે.

 


મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ચિંતા વધી
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને આજે નોંધાયેલા કેસ એ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છે. જેમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયેલા છે.

 


સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 429 કેસ અને ગ્રામ્યમાં 54 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 481 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 139 કેસ, જ્યારે ગ્રામ્યમાં 20 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 126 કેસ અને ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS